હેર કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા ફોલો કરો આ ટિપ્સ

આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે. જોકે સૌથી મહત્વની વાત એ છે […]

હેર કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા ફોલો કરો આ ટિપ્સ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:44 PM

આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે.

જોકે સૌથી મહત્વની વાત એ છે કે, હેરકલર કરાવ્યા પછી એને સાચવવો અને વાળની સુંદરતા કાયમ રાખવી, જેથી એ મહિનાઓ પછી પણ એવો ને એવો ફ્રેશ અને વાઇબ્રન્ટ દેખાય. ખાસ કરીને તડકામાં વાળમાં કરેલા હેર-કલર અને વાળના ઓરિજિનલ રંગ બન્નેને સાચવવા ખૂબ જરૂરી છે.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વાળમાં કલર લાંબા સમય સુધી રહેતો નથી. જો કે લાંબા સમય સુધી વાળમાં કલર રાખવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

1).જિમમાં સ્ટીમ અને હોટ ટબ બાથ કલર કરાવ્યા પછી ન લેવું, કારણકે એનાથી પસીનો થાય છે જે વાળનાં રોમછિદ્રોને ખોલી દેશે. એ કલર વહેલો ઊતરી જવામાં કારણભૂત બનશે. હેર-કલર લગાવતાં પહેલાં તમારા વાળ એ હેર-કલરનાં કેમિકલ્સને સહન કરી શકશે કે નહીં એની ચકાસણી કરો. જો વાળ પહેલેથી જ સનલાઇટથી ડેમેજ અને સૂકા થઈ ગયા હોય તો એના પર કલર લગાવવાથી એ વધારે ડેમેજ થશે. એટલે કલર લગાવતાં પહેલાં વાળને ડેમેજ થવાથી બચાવો.

2).વાળમાં શેમ્પૂ કરીને તરત જ કલર ન કરાવો. જોકે વાળને અઠવાડિયા સુધી ધોયા વગરના રાખીને મેલા વાળમાં કલર કરવાની જરૂર નથી, પણ વાળને 24થી 36 કલાક પહેલાં શેમ્પૂ કરી શકાય. વાળને આટલા કલાક પછી જ કલર કરવાનું કારણ એ છે કે વાળમાં જરૂરી એવા નેચરલ ઓઇલનું જમા થવું જરૂરી છે, જેથી કલર એબ્સોર્બ થવામાં મદદ થાય અને કલર લાંબા સમય સુધી ચાલે.

3).કલરવાળા વાળ પર વાપરવામાં આવતા શેમ્પૂ અને કન્ડિશનર પર પણ ધ્યાન આપો. કલર લગાવ્યા પછી વાળમાં ફરજિયાત કલર્ડ વાળ માટેનું શેમ્પૂ અને કન્ડિશનર જ વાપરો જેથી વાળની સોફ્ટનેસ જળવાઈ રહે.

4).વાળમાં કલર કરાવ્યા પછી સ્વિમિંગ-પૂલમાં જવાનું ટાળો. સ્વિમિંગ-પૂલનું ક્લોરિન યુક્ત પાણી કલરનો શેડ બદલી દેશે, કારણ કે કલરમાં રહેલું અમોનિયા અને પાણીનું ક્લોરિન આ બે કેમિકલ્સ એકસાથે ભળવાથી વાળનો કલર ડેમેજ થશે તેમજ વાળમાં સ્પ્લિટ એન્ડ, વાળ તૂટવા તેમજ બરછટ થવા જેવી તકલીફ થઈ શકે છે.

5).કલર કરાવ્યા પછી બને એટલું તડકાથી બચો. બહાર નીકળતી વખતે વાળને સ્કાર્ફથી કવર કરો. જો તડકામાં વધારે વાર કપડાં સૂકવવામાં આવે તો એ પણ ઝાંખાં પડી જાય છે. એટલે તડકો વાળની શું હાલત કરશે એ તો વિચારવું જ રહ્યું. બીજો ઉપાય એ છે કે વાળને ડીપ કન્ડિશનિંગ કરો જેથી વાળને તડકાની આડઅસર ન થાય.

–1 ચમચી એપ્પલ વિનેગારમાં અડધો કપ પાણી મિક્સ કરીને વાળમાં એપ્લાય કરો. આમ કરવાથી તમારા વાળમાં લગાવેલો કલર વધારે ડાર્ક થઇ જશે. –વાળને ગરમ પાણીથી કોઇ દિવસ ધોશો નહીં. ગરમ પાણીના કારણે વાળનો કલર લાંબા સમય સુધી ટકતો નથી અને વાળ તૂટવાની સમસ્યા વધવા લાગે છે.

આ પણ વાંચોઃસુરતમાં પાટીદાર આગેવાને કરેલ આપઘાત કેસમાં, રાદેરના પીઆઈ સહીત ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">