VIDEO: કચ્છ, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત, ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
કચ્છમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ છે. કચ્છના મુખ્ય મથક ભુજમાં સર્વાધિક 9 ડિગ્રી ઠંડી નોંધાઈ. તો નલિયામાં 9.2 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ. સૌરાષ્ટ્રના રાજકોટમાં 9.7 ડિગ્રી ઠંડી અને અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.5 ડિગ્રી ઠંડી નોંધાઈ. આ પણ વાંચો:VIDEO: અમદાવાદમાં પોલીસ કર્મી પર હુમલો, 25 વર્ષના હોમગાર્ડ જવાન રવિ પટેલનું મોત Web Stories […]
કચ્છમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ છે. કચ્છના મુખ્ય મથક ભુજમાં સર્વાધિક 9 ડિગ્રી ઠંડી નોંધાઈ. તો નલિયામાં 9.2 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ. સૌરાષ્ટ્રના રાજકોટમાં 9.7 ડિગ્રી ઠંડી અને અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.5 ડિગ્રી ઠંડી નોંધાઈ.
આ પણ વાંચો:VIDEO: અમદાવાદમાં પોલીસ કર્મી પર હુમલો, 25 વર્ષના હોમગાર્ડ જવાન રવિ પટેલનું મોત
તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ. ડીસા અને વડોદરામાં 11.8 ડિગ્રી નોંધાઈ. આકરી ઠંડી વચ્ચે વાદળછાયા વાતાવરણને પગલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો