AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Aravalli: અસાલ GIDC માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના, 60 ટેન્કર બળીને ખાખ, જુઓ Video

| Updated on: Oct 25, 2023 | 11:13 AM
Share

અરવલ્લી જિલ્લામાં આગની મોટી ઘટના સર્જાઈ છે. અસાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં મધ્યરાત્રી બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે શરુઆતમાં મોડાસા સહિતના ફાયર ફાયટર વિભાગની ત્રણ ટીમો સ્થળ પર પહોંચી હતી. પરંતુ આગ વધારે પ્રસરવાને લઈ હિંમતનગર, મહેસાણા અને ગાંધીનગર ફાયરની ટીમોને પણ બોલાવવા માટે કોલ આપવામાં આવ્યો હતો. જિલ્લા ક્લેકટર દ્વારા આ માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ

વિગતોનુસાર કેમિકલ ફેક્ટરી છેલ્લા ચારેક માસથી બંધ હતી. આમ છતાં અહીં 60 જેટલા કેમીકલના ટેન્કરો હતા. આમ મોટી સંખ્યામાં કેમીકલના ટેન્કરો હોવાને આગ વધુ પ્રસરી હતી. રીપોર્ટ પ્રમાણે 60 જેટલા ટેન્કર આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ઘટનામાં પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી છે અને આગ નિયંત્રણ હેઠળ હોવાનુ રિઝિયોનલ ફાયર અધિકારી હિંમાશુ પટેલે જણાવ્યુ હતુ.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 25, 2023 09:33 AM
g clip-path="url(#clip0_868_265)">