ડાકોર મંદિરમાં પ્રથમ વખત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં ધૂળેટી રમી

ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાયો રંગોનો ઉત્સવ, ફાગણી પૂનમના બીજા દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાય મંદિરમાં દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી રંગોના તહેવારનો આનંદ માણ્યો હતો.   ધુળેટીના શુભ પર્વે ડાકોર રણછોડજી મંદિરમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે દ્વાર ખોલવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી […]

ડાકોર મંદિરમાં પ્રથમ વખત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં ધૂળેટી રમી
Dharmendra Kapasi

| Edited By: Pinak Shukla

Oct 05, 2020 | 12:59 PM

ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાયો રંગોનો ઉત્સવ, ફાગણી પૂનમના બીજા દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાય મંદિરમાં દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી રંગોના તહેવારનો આનંદ માણ્યો હતો.

 

ધુળેટીના શુભ પર્વે ડાકોર રણછોડજી મંદિરમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે દ્વાર ખોલવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. ત્યારબાદ ભગવાન રણછોડજીને બાળભોગ, શૃંગાર ભોગ અને ગોવાળ ભોગ ધરાવવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યે રણછોડજી મંદિરમાં દોલોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં ગોપાલલાલજી મહારાજને ફૂલોથી બનાવવામાં આવેલા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધૂળેટી રમ્યા હતા તે જ રીતે અને તે જ ભાવથી પોતાના ભગવાન રણછોડની સાથે ધૂળેટી રમવા ભક્તો વહેલી સવારથી ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. ભગવાન ફૂલડોલમાં બિરાજી સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાંના રંગો ભક્તો ઉપર છાટી ધૂળેટી રમ્યા હતા.

ફૂલદોડ ઉત્સવનું શું છે મહત્વ?

ઉત્તર ફાગણ નક્ષત્ર હોય તે દિવસે ડાકોર રણછોડજી મંદિરમાં ફૂલદોડ ઉત્સવ ઉજવવામાં આવે છે. આંબાના પાન અને પાણી, આસોપાલવના પાન અને વિવિધ ફળોથી ઝુલો શણગારવામાં આવ્યો હતો. જેમાં શણગાર આરતી બાદ રણછોડજીનું બાલ સ્વરૂપ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા, જે બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે દરમિયાન ભગવાનને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો સાથે ફૂલદોડ દરમિયાન ચાર વિશિષ્ટ આરતી સાથે વિવિધ રંગોથી રણછોડજી સખીભાવે ચાર ખેલ રમ્યા હતા અને એક ખેલ પોતે ભક્તો સાથે રમ્યા હતા. પાંચ ખેલ દરમિયાન ભગવાનની પાંચ આરતી કરવામાં આવી હતી અને ભગવાન સતત ત્રણ દિવસ સુધી ભક્તોને અવિરત દર્શન આપતા હોય અને ભક્તો કે જેઓ રાધા સ્વરૂપે ભગવાન સાથે રંગોના તહેવારની મઝા માણતા હોવાથી ભગવાનને ગરમીમાંથી ઠંડક આપવા માટે દ્રાક્ષ ફળમાંથી બનાવવામાં આવેલા બંગલામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે ડાકોર મંદિરમાં દર વર્ષની જેમાં લાખોની સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો દર્શન અર્થે આવ્યા હતા અને ખેડા પોલીસ સતત એક અઠવાડિયાથી ભાવિક ભક્તો અને પદયાત્રીઓની સુરક્ષામાં જોડાયેલી હતી. સતત એક અઠવાડિયા સુધી 24 કલાક સુધી ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ પોતાના પરિવારથી દુર રહી લોકોની સેવામાં લાગી હતી. ત્યારે ડાકોર મંદિરમાં પહેલી વખત ખેડા પોલીસના એલસીબી, એસઓજી સહીત જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં જ ધૂળેટી રમી એક અઠવાડિયાનો થાક ઉતાર્યો હતો.

 

આ પણ વાંચો: IND vs SA: હારની હેટ્રિકથી બચવા માટે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવી જરૂરી, આવતીકાલે પ્રથમ મેચ

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati