Breaking News Banaskantha: ભાભરના તત્કાલીન PSI સામે FIR, હુમલાનો ગુનો દાખલ નહીં કરતા કાર્યવાહી
પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાઓ અને પોલીસ તમારી ફરિયાદ નોંધવામાં આનાકાની કરે તો અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે. બનાસકાંઠાથી આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેક વર્ષ અગાઉ હુમલાની ઘટનામાં ફરિયાદ ભાભર પોલીસે નહીં નોંધતા કાર્યવાહી કરવામાં આવી છે. તત્કાલીન PSI પીએલ આહીર સામે FIR નોંધવામાં આવી છે. 10 શખ્શોએ હુમલો કર્યો હતો અને જે અંગેની ફરિયાદ પોલીસે નોંધી નહોતી.
પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાઓ અને પોલીસ તમારી ફરિયાદ નોંધવામાં આનાકાની કરે તો અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે. બનાસકાંઠાથી આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેક વર્ષ અગાઉ હુમલાની ઘટનામાં ફરિયાદ ભાભર પોલીસે નહીં નોંધતા કાર્યવાહી કરવામાં આવી છે. તત્કાલીન PSI પીએલ આહીર સામે FIR નોંધવામાં આવી છે. 10 શખ્શોએ હુમલો કર્યો હતો અને જે અંગેની ફરિયાદ પોલીસે નોંધી નહોતી. જેને લઈ અરજદાર કોર્ટમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
ભાભર જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટે ગુનો નોંધવા માટે હુકમ કર્યો હતો. ફરજમાં બેદરકારી દાખવવા બદલ PSI પીએલ આહીર સામે ગુનો નોંધવાના હુકમને પગલે FIR નોંધાઈ હતી. PSI સામે IPC 166, 166 (એ) મુજબ ગુનાનો આદેશ નોંધાયો હતો.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 25, 2023 09:45 AM
