આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, કુદરતી સ્ત્રોતનું સંચય કરવાના પ્રોજેક્ટ્સ વિશે જાણો

આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, કુદરતી સ્ત્રોતનું સંચય કરવાના પ્રોજેક્ટ્સ વિશે જાણો

કુદરતી સ્ત્રોતના ઉપયોગ સાથે દરિયાકાંઠાની ખારપાટની જમીન ઉપર ભરૂચના એક યુવાન શિક્ષકે સરકારી શાળાને હરિયાળી શાળામાં પરિવર્તિત કરી છે. જળસંચયથી લઈ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ સાથે શિક્ષણ આપતી ભરૂચની આંકલવા શાળાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા દેશની નંબર વન ગ્રીન સ્કૂલ તરીકે સન્માનિત કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

Ankit Modi

| Edited By: TV9 Webdesk12

Oct 18, 2019 | 11:57 AM

કુદરતી સ્ત્રોતના ઉપયોગ સાથે દરિયાકાંઠાની ખારપાટની જમીન ઉપર ભરૂચના એક યુવાન શિક્ષકે સરકારી શાળાને હરિયાળી શાળામાં પરિવર્તિત કરી છે. જળસંચયથી લઈ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ સાથે શિક્ષણ આપતી ભરૂચની આંકલવા શાળાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા દેશની નંબર વન ગ્રીન સ્કૂલ તરીકે સન્માનિત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ ગજબ! 3.5 લાખ હીરાજડિત મર્સિડીઝ કારની કુલ કિંમત છે 5 કરોડ રુપિયા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુસ્તકિયા નહીં પરંતુ પ્રાયોગિક જ્ઞાનથી ભરૂચના છેવાડાના વિસ્તારમાં ચાલતી એક સરકારી શાળા તમામનું ધ્યાન ખેંચી રહી છે. આંકલવા સરકારી શાળામાં બાળકોને માત્ર પુસ્તકિયું શિક્ષણ નહિ, પરંતુ કુદરતી સ્ત્રોતની મદદથી સારું અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે. સરકારી શાળાનો ઉલ્લેખ થાય એટલે બાળકોની પાંખી હાજરી અને શિક્ષણના નીચા સ્તરની સમસ્યાઓનો ઉલ્લેખ થાય પણ હાંસોટના દરિયાકાંઠા વિસ્તારમાં આકલવા શાળાએ પોતાની અલાયદી શિક્ષણ પદ્ધતિથી શિક્ષણવિદોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખંભાતના અખાતના કાંઠે આવેલી આંકલવા પ્રાથમિક શાળા ખારપટની જમીન ઉપર બનેલી ગ્રીનશાળા છે. જે જમીન ઉપર માત્ર બાવળ સિવાય કંઈ પણ ઉગી શકતું નથી. ત્યાં યુવાન શિક્ષક હિરેન પટેલે 12 વર્ષની જહેમતથી બાગ-બગીચા અને હરિયાળું વાતાવરણ સર્જ્યું છે. શાળામાં માત્ર હરિયાળી જ નહિ પરંતુ આ યુવાન શિક્ષકે કુદરતી સ્ત્રોતનું મહત્વ અને ઉપયોગ બાળકો જાણી શકે તે માટે અલાયદા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેના કારણે શાળામાં બાળકોની દરેક વર્ગમાં 100 ટકા હાજરી જોવા મળે છે.

શાળામાં કાર્યરત પ્રોજેક્ટ

ખારાશ સામે વરસાદી પાણીનો સંચય પાણીનો વ્યય અટકાવ ડેઈલી વોટર યુઝેજ મોનીટરીંગ ખારપટની જમીન ઉપર બગીચા અલાયદી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કચરામાંથી બનાવાય છે ખાતર પક્ષીઓના મધુર અવાજ વચ્ચે કાર્યરત ગ્રીન લાયબ્રેરી ગ્રીન ટનલ સોલાર એનર્જી

શાળાથી બાળકોને એટલો લગાવ છે કે, બાળકો અભ્યાસના સમયથી વહેલા શાળામાં પહોંચી જાય છે. શાળામાં બાળકોના અલગ અલગ જૂથ બનાવાયા છે. જે મુજબ ટીમો વેસ્ટ મેજેમેન્ટ, વોટર મેનેજમેન્ટ, ગ્રેનરી મેનેજમેન્ટ, ફાર્મિંગ, પક્ષીઓની શાળા સંકુલમાં સારી સંખ્યા રહે તેવા વાતાવરણનું નિર્માણ જેવા પ્રોજેક્ટમાં પોતાને સોંપાયેલી કામગીરીમાં જોતરાઈ જાય છે. વેસ્ટ મેનેજમેન્ટની ટીમ કચરાને વર્ગીકૃત કરી તેને કમ્પોઝ ખાતરમાં પરિવર્તિત કરે છે. વોટર મેનેજમેન્ટ ટીમ વરસાદી પાણીના સંચય અને દરરોજના પાણીના વપરાશ અને વ્યય ઉપર નજર રાખે છે.

ગ્રીનરી મેંજેમનેટ ટીમ ખારપટની જમીનમાંથી ખારાશ દૂર રહે તે માટે કુદરતી ખાતરના છંટકાવ અને બગીચાને પાણી આપવા ઉપર ધ્યાન આપે છે. તો શાળાના મીડ-ડે મિલ માટે શાકભાજી પણ શાળાના સંકુલમાંજ ઉગાડાય છે. શાળાનો સૌથી રસપ્રદ પ્રોજેક્ટ સંકુલમાં પક્ષીઓની વધુ હાજરી રહે તેનો છે. શાળામાં દરેક વૃક્ષ ઉપર પક્ષી ઘર અને પક્ષી ચિત્રો લગાવાયા છે પક્ષીઓ માટે ખોરાક અને અનુકૂળ વાતાવરણની જાળવણી પક્ષીઓને આકર્ષે છે. આજ સ્થળે ગ્રીન લાઈબ્રેરી બનાવાઈ છે .પક્ષીઓના મધુર કલરવ વચ્ચે બાળકોને યાદ જલ્દી રહેતું હોવાનું મનાય છે.

શાળાના આચાર્ય હિરેન પટેલની 12 વર્ષની મહેનતનું આ પરિણામ છે. હિરેન જણાવે છે કે આજે આંકલવા શાળા દેશની નંબર વન ગ્રીન સ્કૂલ બની છે. શાળાની જમીન ખારવાળી હતી. જ્યાં અલગ અલગ પ્રોજેક્ટ શરુ કરાયા છે. બાળકોને કુદરતી વાતાવરણ મળે તેવા તેમના પ્રયાસ છે. બાળકોને અપાતા મીડ ડે મિલના શાકભાજીની ખેતી પણ શાળા પરિસરમાં જ થાય છે.

શાળાની વિદ્યાર્થીની પ્રાચી પટેલએ જણાવ્યું કે તે જમીન વિભાગની લીડર છે. દરરોજ સવારે શાળાના અભ્યાસકાર્ય પહેલા બાગના વૃક્ષની આસપાસની સફાઈ કરી માવજત કરે છે. શાળાને હરિયાળી રાખવામાં તેના યોગદાનનો તેને ગર્વ છે. તો વિદ્યાર્થી મિત પટેલ કહે છે કે, તે અડધો કલાક વહેલો આવી વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં અને શાળાના કચરાને ખાતરમાં પરિવર્તિત કરવાના કામમાં જોતરાઈ જાય છે. બીજી તરફ આજ સમાયે મીત પટેલ ટીમ સાથે 24 કલાકમાં થયેલા પાણીના વપરાશનું રાઇડિંગ લઈ બગાડ થયો છે કે કેમ તે ઉપર નજર રાખે છે.

બાળકોનું ભાવિ ઉજ્જવળ થતું નજરે પડતા ગામે પણ શાળાને પ્રોજેક્ટ માટે આર્થિક સદ્ધરતા મળી રહે તે માટે ખેતીની મળતી તમામ સબસીડી શાળાના વિકાસ માટે આપી રહ્યું છે. આંકલવા ગામના અગ્રણી શોભના પટેલે કહ્યું કે, શાળામાં શિક્ષણના ઊંચા સ્તર અને પદ્ધતિથી ગામને સંતોષ છે માટે આખું ગામ ખેતીની મળતી તમામ સબસીડી શાળાને આર્થિક ભંડોળ પેટે આપે છે.

શિક્ષણ માત્ર પુસ્તકોથી નહિ પરંતુ પુસ્તકોમાં દર્શાવેલ જ્ઞાન અને સ્ત્રોતના પ્રાયોગિક ઉપયોગથી આપવા શાળાએ અલાયદા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જેના કારણે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલ તરીકે સન્માનિત કરવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati