જીહા, માનવામાં નહિ આવે પણ આ વાત સાચી છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે હેઠળ જો કોઈ ગ્રાહક ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં તેમની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ કરશે અને તે ફરિયાદ સાચી ઠરશે તો તેને ઇનામ આપવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખની વાત માનીએ તો 1986માં ગ્રાહક સુરક્ષા ધારો લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ આવતી કાલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના સભ્યો આશ્રમ રોડ પર રેલી કાઢી અને ઇન્કમટેક્ષ ગાંધીની મૂર્તિને દીપ પ્રજ્વલિત કરી ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરશે.
1. એલપીજી બાટલમાં 300 ગ્રામ કરતા ઓછો ગેસ આવે અને ફરિયાદ કરતા તે સાબિત થાય તો Rs.501નું ઇનામ મળશે
2. કોર્ટમાં કાનૂની લડત આપી કેસ જીતે અને જજમેન્ટની નકલ આપે તો Rs.101 નું ઇનામ મળશે
3. PNG , CNG, પેટ્રોલ, ડીઝલમાં ભેળસેળની ફરિયાદ કરે અને સાબિત થાય તો Rs.1001નું ઇનામ મળશે
4. 100 થી વધુ રૂપિયાની ખરીદી સામે GSTના પાકા બીલ ન આપે અને ફરિયાદ કરતા તે સાબિત થાય તો Rs.101નું ઇનામ મળશે
કરો ફરિયાદ મેળવો ઇનામ
આમ, અલગ અલગ ફરિયાદની કેટેગરીમાં ઇનામ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખનું માનવું છે કે ગ્રાહકો તેમની સાથે થતી છેતરપિંડીથી જાગૃત નથી તે લોકો આ પ્રકારના અભિગમથી જાગૃત થશે અને લોકો સાથે થતી છેતરપિંડી અટકશે.
[yop_poll id=312]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]