ડેમના દરવાજા સમયસર ના ખોલાતા 3 જિલ્લાના ખેતરો ધોવાયા, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા

ડેમના દરવાજા સમયસર ના ખોલાતા 3 જિલ્લાના ખેતરો ધોવાયા, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા

વરસાદે વિરામ લેતા અને વરસાદી પાણી ઓસરતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનુ બિહામણુ ચિત્ર સામે આવ્યું છે. પડધરી, ટંકારા, કાલાવાડ, ધોરાજી ઉપલેટા પથકના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના ખેતર ધોવાયા તેના માટે કુદરત નહી સિચાઈ વિંભાગના અધિકારીઓ જવાબદાર છે. માનવસર્જીત આફતને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના વિસ્તારોના ખેતરો ધોવાયા છે.

માનવસર્જીત હોનારત
ધારાસભ્ય વિક્રમ માડમ, લલિત કગથરા, લલિત વસોયા અને પ્રવિણ મુછડીયાએ વિવિધ ગામના ખેતરોની મુલાકાત લીધા બાદ ધારાસભ્યોએ કહ્યું કે ઊંડ-1ના દરાવાજા ખોલ્યા ત્યાર બાદ ચાર કલાકે ઊડ-2ના દરવાજા ખોલાયા હતા. ઊડ-2માંથી છોડાયેલા વધુ પડતા પાણીને કારણે, અનેક ખેતરો ધોવાઈ જવા પામ્યા છે. અને ખેતરો દરિયાઈ બેટમાં ફેરવાઈ ગયા છે. માનવ સર્જીત આફતને કારણે ખેડતોને ખરીફ મોસમમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ઊંડ-2ના દરવાજા કેમ સમયસર ના ખોલાયા ?
ઊંડ-2ના પાણી જ્યા જ્યા ફરી વળ્યા છે એ તમામ ખેડૂતોની સમગ્ર ખરીફ સિઝન આ વર્ષે નિષ્ફળ જશે. અધિકારીઓની ભૂલ કે બેદરકારી નહી ગુન્હાહીત બેદરકારી દાખવી છે. ઊંડ-1નું પાણી ઊંડ-2માં આવે છે. જ્યારે ઊંડ-1ના 17 દરવાજા ખોલાયા ત્યારે જ ઊંડ-2ના દરવાજા ખોલવા કહ્યું હતું, પણ એક પણ દરવાજો ખોલાયો નહોતો. અને પાછળથી ઊંડ-2 ઓવરફ્લો થતા એક સાથે 54 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂતોની 5-6 વીધા જમીન ધોવાઈ ગઈ છે.

સર્વે કરીને ખેડૂતોને સત્વરે વળતર ચૂકવવા માંગ
સરકારે તાકીદે સર્વે કરીને નુકસાન થયુ હોય તેવા ખેડૂતો સત્વરે રાહત ચુકવવી જોઈએ અને ગુન્હાહીત બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. સરકારમાં તો રજૂઆત કરીએ છીએ પણ કોઈ નિકાલ નથી આવતો આથી તમામ ધારાસભ્યો વિધાનસભામાં આ પ્રશ્ને સરકાર ઉપર પસ્તાળ પાડીશુ.

Click on your DTH Provider to Add TV9 Gujarati