ખેડૂતો નો ટેન્શન! તમને પણ મળશે પેન્શન! પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, પેન્શન માટે અહીં કરો અરજી

|

Dec 31, 2020 | 5:09 PM

આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે.

ખેડૂતો નો ટેન્શન! તમને પણ મળશે પેન્શન! પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, પેન્શન માટે અહીં કરો અરજી
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

Follow us on

કોઇપણ વ્યક્તિ માટે સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે. ખેતી એ અનિશ્વિતતાઓ ભર્યો વ્યવસાય છે. હાલના સમયમાં નોકરીયાત વર્ગનાં વ્યક્તિઓને તો પેન્શનનો લાભ મળે છે પરંતુ ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતોનું શું? એક ખેડૂત જ્યારે તેનાં ખેતીનાં વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું વિચારે ત્યારે તેને પેન્શનનો લાભ નથી મળતો. આ માટે જ સરકાર 2 હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડૂતો માટે લાવી છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.

આ પણ વાંચો: ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ શરૂ કરવા મળશે સરકારી સહાય, જાણો વિગતો

ખેડૂત આખી જીંદગી ખુબ જ મહેનત કરે છે છતાય તેની વૃદ્ધાવસ્થામાં તેને નિયમિત નિશ્વિત આવક મળે એવી કોઇ વ્યવસ્થા હોતી નથી. ઉંમર વધવાની સાથે આવક કમાવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જીવનનિર્વાહ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે ત્યારે માસિક આવકની ખાતરી વૃદ્ધાવસ્થામાં પ્રતિષ્ઠિત જીવનની ખાતરી પૂરી પાડે છે. આ માટે સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અમલમાં મૂકી છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

સૌ પ્રથમ તો જો આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાતની વાત કરીએ તો બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શક્શે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શક્શે. એક કુટુંબનાં પતિ-પત્ની પણ આ યોજનામાં જોડાઇ શકે છે, પરંતુ બંન્ને એ પોતાનો ફાળો અલગથી આપવો પડશે.

યોજનાની વધારે માહિતી: https://pmkmy.gov.in/

યોજનાનો લાભ લેવા ખેડૂતને પોતાનું આધાર કાર્ડ અને બેંકખાતાની પાસબુક રજૂ કરવી પડશે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર જઇને ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જો ખેડૂતે ઓનલાઇન નોંધણી કરાવી હોય તો http://pmkmy.gov.in સાઇટ પર જઇને પોતે આ યોજના માટે ઓન-લાઇન ફોર્મ ભરી શકે છે.

આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે. જો પેન્શનનો લાભ લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પતિ કે પત્નીને માસિક પેન્શનની રકમનાં 50% 1500 રૂપિયા મળતા રહેશે. પેન્શન શરૂ થાય તે પહેલા જો લાભાર્થીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ખેડૂતનાં ખાતામાં જમા રકમ વ્યાજ સહિત તેની પત્ની કે પતિને મળી જશે. જો ખેડૂત આ યોજનાનો લાભ લેવા ન ઇચ્છતો હોય અને અધવચ્ચેથી પેન્શન યોજનાનો લાભ લેવાનું બંધ કરે તો તેને ત્યાં સુધી ભરેલ રકમ વ્યાજ સહિત પાછી મળી જશે.

આ પેન્શન યોજના હેઠળ ખેડૂતે પોતાની ઉંમર મૂજબ જે રકમ નક્કિ થાય તે રકમ દર મહિને જમા કરાવવાની રહેશે. 18 થી 40 વર્ષનાં ખેડૂત માટે આ યોજના માટે ખાતામાં ભરવાની ફાળાની રકમ અલગ-અલગ છે. 18 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 55 રૂપિયા છે, જ્યારે 40 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 200 રૂપિયા છે. લાભાર્થી ખેડૂત જ્યારથી રકમ ભરવાની શરૂઆત કરે ત્યારે તેની જે ઉેમર હોય તે મૂજબની રકમ તે ખેડૂત 60 વર્ષનો થાય ત્યાં સુધી તેને ભરવાની રહે છે. ખેડૂત જેટલી રકમ દર મહિને જમા કરશે તેટલી રકમનો ફાળો સરકાર પણ જમા કરશે. 18 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 55 રૂપિયા પ્રતિ માસ છે એટલે કે 55 રૂપિયા પ્રતિમાસ એમ બાર મહિના લેખે તેને 660 રૂપિયા ભરવા પડે છે. અને ઉેમર 18 વર્ષ હોવાથી તે 60 વર્ષનો થાય ત્યાં સુધી એટલે કે 42 વર્ષ સુધી તેને આ રકમ ભરતા રહેવું પડે છે એટલે કે આ યોજનામાં તે 42 વર્ષ દરમિયાન કુલ 27720 રૂપિયા ભરે છે.

આ સરળ પ્રક્રિયાને અનુસરીને 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે અને 60 વર્ષ પછીની ઉંમરે પેન્શનનો લાભ લઇ શકે છે. સરકારે કોમન સર્વિસ સેન્ટર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ દેશભરમાં એક કરોડ નાના અને સિમાંત ખેડૂતોની નોંધણીનું લક્ષ્ય રાખ્યું છે.

Published On - 4:58 pm, Thu, 31 December 20

Next Article