RTE હેઠળ સ્કૂલો દ્વારા પ્રવેશ આપવામાં ન આવતાં રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. શાળાઓની મનમાનીને લઈ વાલીઓએ વિરોધ કરી સૂત્રાચ્ચાર પણ કર્યો. સાથે જ શિક્ષણ અધિકારી, DEO કચેરીએ રજૂઆત કરી પ્રવેશ ન આપતી શાળાઓ વિરૂદ્ધ પગલા લેવા માગ ઉઠી છે. અમદાવાદમાં શાળા દ્વારા પ્રવેશની ના પાડતાં વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
જ્યારે વડોદરામાં આરટીઈ હેઠળ ખાનગી શાળાઓ ગરીબ બાળકોને પ્રવેશ નહીં આપતી હોવાનો આક્ષેપ સાથે શિક્ષણઅધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તો આ તરફ સુરત, વલસાડ અને ભાવનરમાં પણ આરટીઈમાં એડમિશન ન મળતા વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]