21 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થશે, 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

21 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થશે, 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી 21 ડિસેમ્બરથી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થશે. BA, BBA, B.Sc, LLB અને BSW સેમેસ્ટર-5ની પરીક્ષાનો પ્રારંભ થશે. B.Sc. IT, M.Sc. IT અને MPM સેમેસ્ટર 3 સહિતના કોર્સની પરીક્ષા લેવામાં આવશે. 109 કેન્દ્ર પર 22 હજાર 524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌથી વધુ BA સેમેસ્ટર 5ના 16 હજાર 950 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19ની ગાઈડલાઇન ધ્યાનમાં રાખી પરીક્ષા લેવામાં આવશે. ગત 10 તારીખથી શરૂ થયેલી પરીક્ષા 19 તારીખના રોજ પૂર્ણ થશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati