નિવૃત આર્મીમેને દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં જ કહી દીધું ‘રાજકારણીઓ દેશના ભાગલા કરી રહ્યા છે’, સાથે ગુજરાતના આ સાંસદના વખાણ પણ કરી દીધા

નિવૃત આર્મીમેને દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં જ કહી દીધું 'રાજકારણીઓ દેશના ભાગલા કરી રહ્યા છે', સાથે ગુજરાતના આ સાંસદના વખાણ પણ કરી દીધા

અમદાવાદમાં પુર્વ સેૈનિકોની બેઠકમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં  એક રિટાયર્ડ કર્નલે તો ત્યા સુધી કહી દીધુ કે રાજકારણીઓ દેશના ભાગલા કરી રહ્યા છે તેમને રાષ્ટ્રહિતની પડી નથી. બીજી બાજુ  તેઓએ બીજેપીના એક સાંસદના વખાણ કર્યા કે 25 વરસ પહેલા તેઓએ તેમને એવી મદદ કરી હતી કે તેઓ અને તેમના પરિવારને તે સાંસદને ભૂલી શક્યા નથી. 

આર્મીમાંથી રિટાર્યડ કર્નલ કિરીટ જોશીપુરા અમદાવાદમાં સૈનિકોના સંવાદ કાર્યક્રમમાં પહોચ્યા હતા.  તેઓ 83 વરસના છે, તેમને વર્ષ 1961 અને 1965ની જંગ પણ લડી છે.  તેઓ મુળ પોરબંદરના છે પણ હાલ દિલ્હીમાં સ્થાયી  થયા છે. કર્નલની ફરિયાદ  હતી કે તેમને અત્યાર સુધી રાજ્ય સરકારે એ જમીન પણ નથી આપી જેમનો તેમને હક છે. અનેક ફરિયાદો અને અનેક રજુઆતો બાદ હવે તેઓએ આશા છોડી દીધી છે, છતાં સરકાર જો હવે વિચારશે તો તેમને ગમશે.

 

કિરીટ જોશીપુરા અહીં જ ન રોકાયા, તેમણે દુખ વ્યક્ત કરતા કહ્યુ કે જ્યારે નિવૃત આર્મીમેને ઇમરજન્સી ડ્યુટી અપાય છે, ત્યારે તેઓ ટ્રેનના ટોઇલેટ પાસે સુઇને બોર્ડર ઉપર નોકરી કરવા જાય છે.  ઘણી વખત તેઓ પરિવાર સાથે ક્યાક જાય તો તેમને રેલવેમાં રિઝર્વેશન પણ આપવામાં આવતું નથી અને તેમનો પરીવાર હેરાન થાય છે.

રિટાયર્ડ કર્નેલ કહ્યુ કે 25 વરસ પહેલાની વાત છેે. તેઓ દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં ગુજરાત આવી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યુ કે તેમની ટીકીટ કન્ફર્મ છે. તેઓ સીટ ઉપર બેસવા જતા હતા ત્યારે તેમને ટીટીએ અટકાવ્યા અને કહ્યું કે આ સીટ કોઇ મિ. સોલંકીના નામે રિઝર્વ છે. ત્યારે આ કિરીટ સોલંકી આવ્યા અને તેઓએ ખુબ જ નમ્રતાથી પોતાની સીટ મને અને મારા પરિવાર માટે આપી દીધી. હવે તે વ્યક્તિ બીજેપીમાંથી સાસંદ બની ગઇ છે, તેઓએ અમદાવાદ પશ્ચિમના બીજેપી સાસંદ કિરીટ સોલંકીની વાત કરી હતી આ વાત સાભળતા જ તમામ નેતાઓ તાળીઓ પાડી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે ઘટના બની ત્યારે કિરીટ સોલંકી કોઈ સાંસદ નહોતા કે કોઈપણ પક્ષમાં પણ નહોતા તે પોતે તબીબ હોવાથી કોઈ મેડિકલની કોન્ફરસમાં હાજરી આપવા માટે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા.

[yop_poll id=1751]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati