આખરે મલેશિયાકાંડની “મુન્ની” ઝપટમાં આવી, 27 લગ્ન, 3 સગાઈ કરાવીને યુવતિને દેહ વેપારમાં ધકેલી હતી

લૂંટેરી દુલ્હન બનાવી ભરૂચની યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી લાખોની મત્તા તફડાવ્યા બાદ મલેશિયામાં દેહવેપારમાં ધકેલી દેવાનો મામલો વર્ષ 2017 માં સામે આવ્યો હતો.

આખરે મલેશિયાકાંડની મુન્ની ઝપટમાં આવી, 27 લગ્ન, 3 સગાઈ કરાવીને યુવતિને દેહ વેપારમાં ધકેલી હતી
યુવતીને દેહવ્યાપાર માટે મલેશિયા લઈ જવાના મામલામાં મુખ્ય સૂત્રધાર મુન્ની ની ભરૂચ પોલીસે ધરપકડ કરી
Follow Us:
| Updated on: May 28, 2021 | 10:22 AM

લૂંટેરી દુલ્હન બનાવી ભરૂચની યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી લાખોની મત્તા તફડાવ્યા બાદ મલેશિયામાં દેહવેપારમાં ધકેલી દેવાનો મામલો વર્ષ 2017 માં સામે આવ્યો હતો. મલેશિયામાં સ્થાનિક પોલીસે પીડિતાને મુક્ત કરાવી ભારત મોકલી મુખ્ય સુત્રધારની ધરપકડ કરતા તેને જેલની સજા થઇ હતી.

ઇન્ડિયન હ્યુમન રાઈટ્સ દ્વારા મામલો ભરૂચ પોલીસને સોંપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. મુખ્ય આરોપી વહીદા ઉર્ફે મુન્ની મલેશિયાની જેલમાંથી છૂટ્યા બાદ ભરૂચમાં હોવાનું ધ્યાને આવતા વોન્ટેડ મુખ્યસૂત્રધાર વહીદા ઉર્ફે મુન્નીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડના સબ ઇન્સ્પેકટર બી . ડી. વાઘેલા ની ટીમે  ઝડપી પાડી છે.

પીડિતાને મલેશિયામાં વહીદાની ગેંગમાંથી છોડાવવા પાકિસ્તાનીએ મદદ કરી હતી. વર્ષ 2017માં મલેશિયામાં દેહવેપારના ધંધામાં ધકેલાયેલી ભરૂચની યુવતીને પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનાર વહીદા સહીત ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યુવતીના ૨૭ વખત લગ્ન કરાવાયા હતા ભરૂચની મહિલાની મજબુરીનો લાભ ઉઠાવનાર ગેંગે યુવતીનાં ગુજરાતભરના 14 જિલ્લાઓમાં 27 જેટલા પુરુષો સાથે બોગસ લગ્ન તથા 3 સગાઈ કરાવી હતી. લગ્નના બે -ત્રણ દિવસમાં ટોળકી યુવતીના સાસરે પહોંચી જતી અને ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરી પૈસા પડાવી ભગાડી લાવતાં હતા અથવા ઘરમાં ચોરી કરાવી યુવતીને ફરાર કરી દેતા હતા.

લાચારને સહારાની હૂંફ આપી દેહવ્યાપારમાં ધકેલી પતિ દ્વારા તારછડાયેલી યુવતી વહીદા નામની સ્ત્રીનાં સંપર્કમાં આવી હતી. વહીદા તેને આશરા અને મદદના બહાને પોતાનાં ઘરે લઈ ગઈ હતી. પીડિતાની મજબુરીનો લાભ લઈ તેને લગ્ન અને સગાઈના નામે વેચવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો.

યુવતીને બ્લેકમેલ કરી વેપલો ચલાવાતો હતો  યુવતીએ આ ચુંગલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી ત્યારે વહીદા અને તેનો પુત્ર ફિરોજ તેને મારી નાખવાની અને તેનાં લગ્નના આલ્બમ પોલીસને બતાવી દેવાની ધમકી આપી તેની પાસે જબરદસ્તી વેપલો ચલાવાતો હતો. ગુનાની દુનિયા છોડવાના બહાને પટાવી ફોસલાવી 2017 માં વહીદા અને તેની બહેન મોહંમદીએ યુવતીને સ્ટિકર વેચવાનો વેપાર કરવાના બહાને મલેશિયા લઈ જઈ ત્યાં દેહવેપારના ધંધામાં જબરદસ્તી ધકેલવાની કોશિશ કરી હતી.

પાકિસ્તાની યુવક દેવદૂત સ્વરૂપમાં મળ્યો જે હોટલમાં પીડિતાને દેહવ્યાપાર માટે મોકલાઈ હતી ત્યાં એક પાકિસ્તાની યુવક મળતા યુવતીએ આપવીતી જણાવી હતી. પાકિસ્તાની નાગરિકે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીને સમગ્ર ઘટના બાબતે જણાવતાં મલેશિયા પોલીસે તાત્કાલિક અસરથી યુવતીને દેહવેપારમાં ધકેલવાની કોશિશ કરનાર ભરૂચની વહીદા અને મોહંમદીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા .

વહીદા ભારત પરત ફરતા પોલીસે ધરપકડ કરી મલેશિયામાં સજા ભોગવી ચુકેલી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ ભારત પરત ફરી હતી. બીજી તરફ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડને તે તેના ઘરે હોવાની માહિતી મળતા 4 વર્ષથી મલેશિયા કાંડમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર મુન્નીને ગુરૂવારે પકડી પાડવામાં આવી હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસે આઈપીસીની વિવિધ કલમો અને ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સન એકટની મળી કુલ 29 કલમો હેઠળ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">