જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં સફાઈ અભિયાન કરતા પર્યાવરણપ્રેમી યુવાનો

મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આજે તેમની જન્મજ્યંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછળના ભાગે તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં સફાઈ અભિયાન કરતા પર્યાવરણપ્રેમી યુવાનો
Environmentalist youths cleaning Ranmal Lake, the pride of Jamnagar city
Divyesh Vayeda

| Edited By: Utpal Patel

Oct 02, 2021 | 12:07 PM

આજે 2જી ઓક્ટોમ્બર ગાંધી જ્યંતી અને વાઈલ્ડલાઈફ વિકના પ્રારંભે લાખોટા નેચર કલબ જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રણમલ તળાવ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આજે તેમની જન્મજ્યંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછળના ભાગે તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં સારા વરસાદ બાદ રણમલ તળાવ પાણીથી ભરાયુ છે, પરંતુ પાણીની સાથે પ્લાસ્ટીક સહીતનો કચરોનો ઠગ પર જોવા મળ્યો. ત્યારે પર્યાવરણપ્રેમી યુવાનો દ્રારા તળાવને સાફ કરવાની નેમ લીધી. અને તળાવમાં પડેલા કચરોને એકઠો કરીને તળાવમાંથી દુર કરાયો. સાથે પર્યાવરણ પ્રેમી યુવાનોએ અપીલ કરી છે કે શહેર, તળાવ અને પર્યાવરણને સ્વચ્છ રાખવુ માત્ર તંત્રની જવાબદારી નથી. દરેક નાગરીકએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તળાવ જેવા જાહેર સ્થળોએ કચરો ના નાખીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવુ જોઈએ. તેમજ તંત્ર દ્વારા તળાવને કાયમી સ્વચ્છ રાખવા માટે તળાવની ફરતે નેટ કે દિવાલ બનાવી જોઈએ. જેથી તળાવમાં કચરો નાખી ના શકાય.

આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ ના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, તેમજ અરુણ રવિ, સંજય પરમાર, જીત સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, રુદ્ર નાખવા વિગેરે હાજર રહી મહાનગરપાલિકા ના સફાઈ કર્મી ઓ સાથે અભિયાન પૂર્ણ કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati