વડનગર ખાતે યોજાયેલા બે-દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવનું સમાપન

વડનગર ખાતે યોજાયેલા બે-દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવનું સમાપન
End of two-day Tana-Riri Music Festival held at Vadnagar Gujarat

તાના-રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આ બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.

Manish Mistri

| Edited By: Chandrakant Kanoja

Nov 13, 2021 | 9:58 PM

ગુજરાતના (Gujarat) વડનગર(Vadnagar)ખાતે બે -દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવ (Tana Riri Music Festival)સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિતિ સામાજિક અગ્રણી સોમભાઈ મોદી જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના-રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા (Mehsana)જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાના-રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આ બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.

વડનગરનું  ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્ત્વ

ધારાસભ્ય ડૉ આશાબેન પટેલે જણાવ્યું હતું કે, વડનગર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ધરતી પર ગજબની સાંસ્કૃતિક શક્તિ રહેલી છે. વડનગરની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે. જગતના ઇતિહાસમાં નગર સંસ્કૃતિનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે.

તાનારીરી મહોત્સવ સમાપન કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે કલાકારઓનું પુસ્તક, મોમેન્ટો પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવું હતું.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં બે દિવસીય સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરાઇ હતી.

તેમજ ધારાબેન શુક્લ અને શિતલબેન બારોટ દ્વારા શિવસ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નુપુર કલા કેન્દ્રની વિધાર્થીનીઓ દ્વારા ભરતનાટયમ શૈલીમાં શિવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણ નગરીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી.

આજે આપણે વડનગરની સંગીત પરંપરાની વાત કરવી છે. વડનગરની સ્થાપના થયા પછી આ નગરી સંગીત, કલા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાના-રીરી વિરાંગના કલાધારિણી બેહનોને સુરાંજલિ અર્પવા માટે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો આ મહોત્સવનો છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી લાભ લઇ રહ્યા છે.

તાના-રીરી મહોત્સવના સમાપન સમારોહમાં સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટ, ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી. આર. જોષી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ,

નિવાસી અધિક કલેકટર આઈ.આર વાળા નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  વડોદરાના સાવલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-ભાજપ આમને સામને

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati