દિવાળી પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો નોંધાવવાની શક્યતા, 108 ઇમરજન્સી દ્વારા ફોરકાસ્ટ જાહેર કરી તૈયારીઓ આરંભાઇ

108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. જેમાં 800 એમ્બ્યુલન્સ અને 4500 સ્ટાફ કામ કરે છે. જે 14 વર્ષમાં દર વર્ષે ઇમરજન્સી કોલમાં વધારો થતાં હોવાનું 108 ઇમરજન્સી સેવન coo નું જણાવવું છે.

દિવાળી પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો નોંધાવવાની શક્યતા, 108 ઇમરજન્સી દ્વારા ફોરકાસ્ટ જાહેર કરી તૈયારીઓ આરંભાઇ
Emergency calls likely to increase on Diwali, 108 emergency forecast announced
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 29, 2021 | 3:33 PM

શહેરમાં લોકોની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે નાગરિકોને ઝડપી સારવાર અને સારી સલાહ અને માર્ગદર્શન મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ હેલ્પ લાઈનો પણ શરૂ કરાઇ છે. ત્યારે તમને જાણી ને નવાઈ લાગશે કે તે જ હેલ્પ લાઈનનો લોકો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે દર વર્ષે હેલ્પ લાઈન પર કોલની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તે પછી 108. 1100 કે પછી 181 હેલ્પ લાઈન હોય. જોકે તેમાં પણ દિવાળીના દિવસે 15 થી 20 ટકા. નવા વર્ષે 27ટકા અને ભાઈ બીજે 37 ટકા વધારો નોધાય શકે છે તેવું ફોરકસ્ટ 108 ઇમરજન્સી દબાણ જાહેર કરાયું છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી દ્વારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે તૈયારી કરાઈ છે.

108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. જેમાં 800 એમ્બ્યુલન્સ અને 4500 સ્ટાફ કામ કરે છે. જે 14 વર્ષમાં દર વર્ષે ઇમરજન્સી કોલમાં વધારો થતાં હોવાનું 108 ઇમરજન્સી સેવન coo નું જણાવવું છે. તે પછી લોકોમાં વધતી જાગૃતિ હોય કે પછી ઘટનામાં વધારો. અને તેમાં પણ તહેવાર સમયે કોલમાં વધારો અચૂક નોંધતો હોય છે. એટલું જ નહીં પણ 108 સિવાય અન્ય હેલ્પ લાઈન કે જે 108 ઇમરજન્સી હેડક્વાર્ટર પરથી હેન્ડલ કરવામાં આવી રહી છે. તે હેલ્પ લાઈનમાં પણ કોલમાં વધારો નોંધતો હોવાનું સામે આવ્યું છે.

108 હેલ્પ લાઈનમાં નોંધાય છે અકસ્માત સહિત ઇમરજન્સી કોલ. 181 મહિલા હેલ્પ લાઈન જેમાં ઘરેલુ હિંસા. ડોમેસ્ટિક વાયોલેન્સના વધુ કોલ નોંધાય છે. 1100 હેલ્પ લાઈન પર મેડિકલ સલાહ લેવાની હેલ્પ લાઈન . જ્યારે 104 હેલ્પ લાઈન જે મેડિકલ સલાહ લેવા માટે શરૂ કરાઈ હતી. જે હાલ કોવિડ હેલ્પ લાઈન તરીકે જાહેર કરાઈ છે તેનો પણ હાલ બહોળો ઉપયોગ લોકો કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો અલગ અલગ હેલ્પ લાઈનમાં નોધાતા છેલ્લા પાંચ વર્ષના આંકડાઓની વાત કરીએ તો. હેલ્પ લાઈન નંબર 108 પર વર્ષ 2016માં 1117241 કોલ. 2017માં 1117692. 2018માં 1152109. 2019માં 1249837 જ્યારે 2020 માં 937871 ઉપર કોલ એમ પાંચ વર્ષમાં કુલ 11570213 ઉપર કોલ નોંધાયા.

હેલ્પ લાઈન નંબર 181 પર વર્ષ 2016માં 111547. 2017માં 122094. 2018માં 163398. 2019માં 168345. જ્યારે 2020માં 110279 ઉપર કોલ એમ પાંચ વર્ષમાં કુલ 770453 ઉપર કોલ નોંધાયા.

હેલ્પ લાઈન નંબર 1962 પર વર્ષ 2017માં 9574. 2018માં 12648. 2019માં 288680 જ્યારે 2020માં 393498 ઉપર કોલ એમ ચાર વર્ષમાં કુલ 818234 ઉપર કોલ નોંધાયા

હેલ્પ લાઈન નંબર 1100 પર શરૂ થયાથી એક વર્ષમાં 78580 ઉપર કોલ નોંધાયા

હેલ્પ લાઈન નંબર 104 શરૂ થયા બાદ 1538236 કોલ નોધાયા જ્યારે કોવિડ હેલ્પ લાઈન જાહેર કર્યા બાદ તેમાં કોલ ઉમેરાતા કુલ આંકડો 2702924 ઉપર પર પહોંચ્યો

જ્યારે ખિલખિલાટ પ્રોજેકટ શરૂ થયા બાદ 4366993 ઉપર કોલ નોંધાયા.

આજ વસ્તુ બતાવે છે કે લોકો હેલ્પ લાઈનનો કેટલી બહોળી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ તમામ હેલ્પ લાઈનમાં દર વર્ષે 5 થી 7 ટકા કોલમાં વધારો નોંધાતા હોવાનું પણ અધિકારીઓ કહી રહ્યા છે. અને તેમાં પણ તહેવાર સમયે 15 થી 20 ટકા કોલ વધુ નોંધાતા જોવાનું અધિકારીઓ નું માનવું છે. જેને જોતા અધિકારીએ દિવાળી અને તહેવાર સમયે લોકોને સાવધાન રહેવા તેમજ ભીડ એકથી ન કરવા અને નિયમ પાડવા અપીલ કરી છે. સાથે જ તહેવારમાં લોકોને સુવિધા મળી રહે માટે રજા હોવા છતાં 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ જેમાં 4 હજાર સ્ટાફ ફિલ્ડ ડ્યુટી કરશે અને 200 જેટલો સ્ટાફ કોલ સેન્ટરમાં કોલ હેન્ડલ કરશે.

આ તમામ હેલ્પ લાઈન મળીને વાત કરીએ તો તમામમાં દિવસમાં 50 હજાર કોલ નોંધાય છે. જેમાં અલગ અલગ હેલ્પ લાઈનના કોલ હોય છે. જેમાં સૌથી વધુ 108 અને બાદમાં 181 અને હવે 104 પર કોલ નોંધાઈ રહ્યા છે. અને તેમાં પણ 108માં પ્રેગ્નન્સી અને અકસ્માત અને ઘાયલોને કોલ જ્યારે 181 હેલ્પ લાઈન પર ડોમેસ્ટિક વાયોલેન્સના 30 ટકા કોલ આવે છે જ્યારે અન્ય ઇન્કવાયરી માટે 12 ટકા કોલ નોંધાયા. જેમાં પાંચ વર્ષમાં 7 લાખ ઉપર કોલ નોંધાયા છે.

મહત્વનું છે કે વધતા જતા કોલને પહોંચી વળવું 108 ઇમરજન્સી સેવા માટે અઘરું બની ગયું. જેથી ઇમરજન્સી કોલ ડાયવર્ટ કરવાની ફરજ પડતી હતી. જે ન થાય અને લોકોને સુવિધા મળે માટે 108 ઇમરજન્સી સેવા દવારા એક એપ્લિકેશન બનાવાઈ રહી છે. જેની મદદથી લોકો એપ્લિએક્શન મારફતે 108 એમ્બ્યુલસ સેવાનો લાભ લઇ શકશે. જે એપ્લિકેશનમાં કોલ કરનારથી લઈને હોસ્પિટલ સહિતના તમામમાં ડેટા રહેશે અને લાઈવ શિડયુલ પણ રહેશે જેથી હોસ્પિટલ પણ દર્દી આવતા પહેલા તૈયારી કરી શકે. જે એપ્લિએશન ડિસેમ્બર મહિના પહેલા લોન્ચ કરાશે. જેનાથી લોકોને વધુ સારી અને ઝડપી સુવિધા મળતી થશે. તેમજ લોકોના જીવ પણ બચાવી શકાશે. ત્યારે જરૂરી છે કે રાજ્યમાં એક એવું વાતાવરણ એક એવો માહોલ ઉભો થાય અને લોકોમાં પણ એટલી જાગૃતી આવે કે આ પ્રકારની ઘટનાઓ બનતા અટકાવી શકાય.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">