એપ્રિલ 2020માં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી, ભાજપને નુકસાન અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો?

એપ્રિલ 2020માં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી, ભાજપને નુકસાન અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો?

2019માં ભાજપની કેન્દ્રમાં ફરી સત્તાની સાથે કેટલાક રાજ્યમાંથી સત્તા પણ ગુમાવી પડી છે. છેલ્લે ઝારખંડમાંથી પણ સત્તા ગુમાવી પડી છે. તો મહારાષ્ટ્રમાં ગઠબંધનનું ચક્કર ખરાબ થઈ ગયું હતું. જે તમામ ઘટનાક્રમ પછી 2020ની શરૂઆત થઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સહાયમાં ઓનલાઈન અરજીની સમય મર્યાદાનો વધારો

ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સાથે મનપાની ચૂંટણી યોજાવાની છે. એપ્રિલ 2020માં ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચેલા 4 સાંસદોનો કાર્યકાળ પૂરો થશે. જેમાં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા(ભાજપ), શંભુ પ્રસાદ ટુંડિયા(ભાજપ) અને ચુની ગોહેલ(ભાજપ)નો કાર્યકાળ પુરો થશે. ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠક છે. જેમાંથી 4 બેઠક પર ફરી ચૂંટણી યોજાશે. જેમાંથી કોંગ્રેસને 1 બેઠક ખાતામાં જશે. કોંગ્રેસ પાસે ગુજરાતમાંથી લોકસભાની એક પણ સાંસદ નથી. જ્યારે રાજ્યસભાના 4 સાંસદ છે. જે આ વખતની ચૂંટણી બાદ 5 થઈ શકે છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે 72 ધારાસભ્ય છે. અને ભાજપના 103 ધારાસભ્યો છે. આ ગણિત પ્રમાણે કોંગ્રેસને 2 અને ભાજપને 2 બેઠક મળશે. જેથી ભાજપને એક બેઠકનું નુકસાન અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. અને લોકસભાની 26 બેઠક. જેમાંથી લોકસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નથી. જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસના 4 સાંસદ છે. જેમાં મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી અહમદ પટેલ અત્યાર સુધીમાં કુલ 5 વખત રાજ્યસભા પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યસભા ચૂંટણીનું ગણિત

કુલ સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઈએ. આ વખતે રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ ગુજરાત વિધાનસભામાં 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહેશે. જેથી ફરી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્ય છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મતની જરૂર પડશે. જેની પૂરતી અપક્ષ ધારાસભ્ય મેવાણી અને BTPના મતથી થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 ધારસભ્યની ખૂટ પડી શકે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati