અમદાવાદના જાણીતા ધર્મદેવ ઈન્ફ્રા પર ED ના દરોડા, લોન ચૂકવણીમાં વિલંબ કારણભૂત

જેમાં DHFLમાંથી 1 હજાર કરોડથી વધુની લોન લીધી હોવાની વિગતો પણ સામે આવી છે. આ પૂર્વે પણ ધર્મદેવ ગ્રૂપનું નામ ચર્ચામાં આવ્યું છે.

અમદાવાદના જાણીતા ધર્મદેવ ઈન્ફ્રા પર ED ના દરોડા, લોન ચૂકવણીમાં વિલંબ કારણભૂત
ED raids on well-known Dharmadev Infra in Ahmedabad delay in loan repayment (File Photo)

અમદાવાદ(Ahmedabad) ના જાણીતા ધર્મદેવ ઈન્ફ્રા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં લોન ચૂકવણીમાં વિલંબ થતાં ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ મળતી માહિતી મુજબ મોટી લોન લીધા બાદ ઉમંગ ઠક્કર અને તેની કંપનીએ ફુલેકું ફેરવ્યાની શક્યતા છે . જેમાં DHFLમાંથી 1 હજાર કરોડથી વધુની લોન લીધી હોવાની વિગતો પણ સામે આવી છે. આ પૂર્વે પણ ધર્મદેવ ગ્રૂપનું નામ ચર્ચામાં આવ્યું છે.

ઇડી દ્વારા ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર રેડ પાડવાનું કારણ મોટી કંપનીઓ પાસેથી લોન લીધા બાદ પરત ન કરવાના લઇને હોઇ શકે છે . જેમાં ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ડીએચએફએલ પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ વિના 1000 કરોડની લોન લીધી છે. જેની રિપેમેન્ટ કરવામાં આવ્યું નથી. તેમજ તેની બાદ ડીએચએફએલ કંપની પણ ફડચામાં ગઈ છે. તેમજ આ લોનની રકમનું ગ્રુપ દ્વારા વિદેશના રોકાણ કરાયું હોવાની પણ ઇડીને આશંકા છે.

આ અગાઉ કંપની સર્વિસ ટેક્સ ચોરીના મુદ્દે પણ વિવાદમાં આવી હતી . જેમાં રદ થયેલા પ્રોજેકટ માટે પણ કંપનીએ લોન લીધી છે. તેમજ ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્સ વસૂલ કરીને સરકારને જમા ન કરાવવાની પણ ફરિયાદો સામે આવી હતી. જયારે આ મામલે ઇડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ સમગ્ર ગ્રુપના પ્રોજેક્ટ અને તેની ફાઈલોની અને નાણાંકીય વ્યવહારની તપાસ પણ કરવામાં આવી રહી છે . જેના દ્વારા આગામી સમયઆ ઇડી દ્વારા મોટા ખુલાસા થઈ શકે છે.

આ પણ  વાંચો : Shravan-2021: અહીં સ્વયં દેવતાઓએ કરી શિવલિંગની સ્થાપના, જાણો, કચ્છના કોટેશ્વર શિવલિંગનો મહિમા

આ પણ વાંચો : Immunity booster: વાયરસ-ફલૂથી દૂર રહેવા માટે આ 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati