AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી 59 કિમી દૂર કેન્દ્રબિંદુ

ફરી એક વાર કચ્છમાં ધરા ધ્રૂજી છે. સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ : કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી 59 કિમી દૂર કેન્દ્રબિંદુ
| Updated on: Jan 05, 2024 | 10:26 AM
Share

ગુજરાતમાં કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે ફરી એક વાર કચ્છમાં ધરા ધ્રૂજી છે. સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા.સદનસીબે ઘટનામાં કોઇ નુકસાન કે જાનહાનીના સમાચાર નથી.

સવારે 9.30 કલાકે 4.1ની તિવ્રતાથી આંચકો

કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપને હજુ લોકો ભૂલી શક્યાં નથી. ત્યારે વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા આવતા જ રહે છે, જે 2001ની ઘટનાને ભુલવા નથી દેતી. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 9.30 કલાકે 4.1ની તિવ્રતાથી આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દૂર નોંધાયું છે.

કચ્છમાં શા માટે  વારંવાર આવે છે ભૂકંપ?

કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય  છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

વર્ષ 2001માં આવ્યો હતો વિનાશક ભૂકંપ

મહત્વનું છે કે કચ્છ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 13,800 લોકો માર્યા ગયા હતા. 1.67 લાખ અન્ય ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે જિલ્લાના વિવિધ નગરો અને ગામડાઓમાં પણ જાનમાલને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો-નર્મદા : ગાઢ ધુમ્મસના કારણે રાજપીપળામાં વિઝિબ્લિટીમાં ઘટાડો થયો, જુઓ વીડિયો જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું હતુ. જેના કારણે ભૂગર્ભમાં 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">