આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન- ‘રાજ્યના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બનાવવામાં આવશે’

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાલમાં મહેસાણા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા પર છે. આવામાં તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:28 PM

રાજ્યમાં મેડિકલ કોલેજને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગુજરાતના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બનાવવામાં આવશે. ઋષિકેશ પટેલે આ નિવેદન મહેસાણામાં ભાજપના કાર્યાલય ખાતે આપ્યું હતું. ભાજપ કાર્યાલય પહોંચેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ મોટી જાહેરાત કરી છે. ત્યાં તેમણે જણાવ્યું કે એક તબક્કે રાજ્યમાં ડોક્ટર્સની પ્રતીક્ષા યાદી બનાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. ઉપરાંત આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે 2022 સુધીમાં ગુજરાતમાં મેડીકલની 6400 સીટો ઉપલબ્ધ થશે. તો નર્સિંગ સ્ટાફમાં પણ માત્ર 20 ટકાની જ ઘટ હોવાની વાત આરોગ્ય પ્રધાને કરી છે.

આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે મંત્રી પદ સંભાળ્યા બાદ તેઓ પહેલીવાર વિસનગર પહોંચ્યા હતા. સાથે જ જન આશીર્વાદ યાત્રામાં તેમણે મહેસાણા સિવિલની મુલાકાત પણ લીધી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા શહેરમાં આવેલી સિવિલની મુલાકાત દરમિયાન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલમાં થતા વિવિધ વિભાગના કામનું તેમણે નિરીક્ષણ કર્યું. તેમન કોવિડ ટેસ્ટ માટેની આર.ટી.પી.સી.આર લેબ, ડેન્ટલ વિભાગ, જનરલ વોર્ડ જેવા કેન્દ્રોની મુલાકાત કરી હતી. આ દમિયાન ભાજપ કાર્યાલયની મુલાકાળ દરમિયાન આરોગ્ય મંત્રીએ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાની વાત કરી છે.

આ પણ વાંચો: લખીમપુરમાં પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલા ગેરવર્તનના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો: બાપ રે! અહીંયા રોજના 120 કિલો ભૂંગળા-બટેટા ઝાપટી જાય છે ભાવનગરીઓ, જાણો આ આઈટમ વિશે

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">