DWARKA : ફુલડોલ ઉત્સવની મંદિરમાં ઉજવણી નહીં, છતા પગપાળા યાત્રિકોનો ધસારો

DWARKA : દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે.

DWARKA : ફુલડોલ ઉત્સવની મંદિરમાં ઉજવણી નહીં, છતા પગપાળા યાત્રિકોનો ધસારો
પગપાળા યાત્રિકોનો ધસારો
Follow Us:
| Updated on: Mar 22, 2021 | 12:43 PM

DWARKA : દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. તો બીજી તરફ દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. દ્વારકા તરફ જતા રસ્તા પર કોરોનાકાળ ચાલી રહ્યો છે. છતાં પણ ભાવિકો , ભોજન અને ભજનનો કેવો જામ્યો છે.

કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની શું જરૂર, તેવો જ માહોલ હાલ દ્વારકા તરફ જતા હાઇવે પર જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શને પગે ચાલીને જતાં આ ભક્તો ગુજરાતના ખૂણેખૂણેથી દ્વારકા આવે છે. આ દ્રશ્યો છે દ્રારકા તરફ આવતા હાઈવે પરના જયાં હાલ અબાલવૃદ્ધ જયશ્રીકૃષ્ણ જય રણછોડના નાદ સાથે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે.

સામાન્ય રીતે હોળી પર્વના બીજા દિવસે ધુળેટી એટલે કે ફુલડોલના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજ્જારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ, તંત્ર દ્વારા કોરોના કાળ ચાલતો હોય ત્યારે દ્વારકાનું જગત મંદિર ભક્તો માટે આગામી 27 , 28 અને 29 માર્ચ એમ કુલ ત્રણ દિવસ બંધ રહેશે. છતાં પણ પગપાળા ચાલીને આવતા યાત્રિકોની શ્રદ્ધામાં કશોય ફરક જોવા નથી મળતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવી રહ્યા છે. અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હજ્જારોની સંખ્યામાં પદયાત્રીઓ રસ્તા પર ચાલીને જાય છે. ત્યારે તેઓની સેવા માટે પણ મોટી સંખ્યામાં સેવાભાવીઓ રસ્તા પર આવી પહોંચે છે. હાલ દ્વારકાના રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે આરામ કરવાની, ભોજનની, આરોગ્યની અને મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે કોરોનાકાળ દરમિયાન છેલ્લા એક વર્ષમાં મોટાભાગના તહેવારો અને ધાર્મિક મહોત્સવ બંધ રહ્યા છે. ખાસકરીને જ્યાં વધુ ભીડ થઈ હોય કે થતી હોય તેવા ધાર્મિક સ્થાનો પર લોકોને અવરજવર પર કે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવો જ હાલ માહોલ દ્વારકા ધામમાં જોવા મળી રહ્યો છે. આગામી હોળી ફુલડોલ ઉત્સવ પર ભક્તો માટે ભગવાનના દ્વાર બંધ રહેશે અને ફક્ત પૂજારી પરિવાર દ્વારા જ પૂજાવિધિ કરીને હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે. ઇતિહાસમાં પ્રથમ વખત બનશે કે ભક્તો વિના જ ભગવાન ફુલડોલ રમાશે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">