અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ધોળકા તાલુકાના એક ગામમાં ભેદી રોગથી શ્વાનના મોત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવે તે પહેલા જ અમદાવાદથી 70 કિલોમીટર દૂરથી મોટા સમાચાર આવ્યા છે. ધોળકા તાલુકાના એક ગામમાં ભેદી રોગથી શ્વાન ટપોટપ મોતને ભેટી રહ્યા છે. આ ભેદી રોગ એટલો ભયંકર છે કે માત્ર પાંચ દિવસમાં આ ગામમાં 20 જેટલા શ્વાન જીવ ગુમાવી ચુક્યા છે. આ ભેદી રોગ આસપાસના ગામડાઓમાં પણ ઝડપથી […]

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ધોળકા તાલુકાના એક ગામમાં ભેદી રોગથી શ્વાનના મોત
TV9 Webdesk12

|

Feb 18, 2020 | 6:32 AM

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવે તે પહેલા જ અમદાવાદથી 70 કિલોમીટર દૂરથી મોટા સમાચાર આવ્યા છે. ધોળકા તાલુકાના એક ગામમાં ભેદી રોગથી શ્વાન ટપોટપ મોતને ભેટી રહ્યા છે. આ ભેદી રોગ એટલો ભયંકર છે કે માત્ર પાંચ દિવસમાં આ ગામમાં 20 જેટલા શ્વાન જીવ ગુમાવી ચુક્યા છે. આ ભેદી રોગ આસપાસના ગામડાઓમાં પણ ઝડપથી પ્રસરી રહ્યો છે કેમ કે પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આસપાસના ગામડાઓમાં પણ અનેક સ્થળેથી શ્વાનના મૃતદેહ મળી રહ્યા છે.

એક તરફ ટપોટપ શ્વાન મોતને ભેટી રહ્યા છે અને પરંતુ સ્થાનિક પ્રશાસન પાસે આ શ્વાનોના ઈલાજની કોઈ વ્યવસ્થા જ નથી. આ ભેદી રોગથી આસપાસના ગામડાઓમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે. આસપાસના ગામોમાં વસતા ખેડૂતો અને પશુપાલકોને પોતાના પાલતુ પશુઓ અને માણસોમાં પણ આ રોગ ફેલાવાનો ભય લાગી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે સૌથી ગંભીર વાત તો એ છેકે આ ભેદી રોગ અંગે સ્થાનિકો અનેકવાર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરી ચુક્યા છે પરંતુ આ અનેક રજઆતો બાદ પણ આરોગ્ય વિભાગ તરફથી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે સવાલ ચોક્કસ થાય કે શું આરોગ્ય વિભાગના આ અધિકારીઓ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા છે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati