Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી

Web Stories View more ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ […]

Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 7:01 AM

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખેડૂત મિત્રો જે સાચા ધરતીપુત્ર છે તેઓ ખેતીનાં વ્યવસાયથી દૂર નથી રહિ શક્તા. વાત કરીએ જામકંડોરણાનાં જ એક ધરતીપુત્રની કે જેઓ વ્યવસાયે ડૉકટર છે. પરંતુ લોકોની સારવાર કરવાની સાથે તેઓ ખેતી પણ કરે છે. ખેતીમાં પણ આધુનિક ટપક સિંચાઇ અને પારંપરીક ગાય આધારિત ખેતીનો સમન્વય કરીને તેમણે ખારેકની સફળ ખેતી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામકંડોરણાનાં બોરીયા ગામના ડૉ.હરદાસ સાવલિયા વ્યવસાયે ડૉકટર પણ દિલથી ધરતીપુત્ર. તેમના વડિલો કપાસ અને મગફળીની ખેતી કરતા હતા. પરંતુ તેમને કરવુ હતુ કંઇ અલગ એટલે તેમણે ઇઝરાયેલી બરહી ખારેકની ખેતી કરવાનું વિચાર્યુ. આ માટે તેઓએ કચ્છ જીલ્લાની બે-ત્રણ મુલાકાત લીધી. વર્ષ 2013માં ટીસ્યુ કલ્ચર કરેલા 450 રોપા લાવીને ખારેકની ખેતીની શરૂઆત કરી. તેનાં વાવેતર માટે તેમણે હાઇ ડેન્સિટી પધ્ધતિ અપનાવી. સામાન્ય રીતે ખારેકનું વાવેતર થાય ત્યારે ઝાડ વચ્ચે જે અંતર રાખવામાં આવે છે. તે અંતરને હાઇડેન્સિટી પધ્ધતિમાં ઓછુ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

ખારેકની ખેતીમાં જાળવણીનો ખર્ચ સૌથી વધુ હોય છે. ખરાબ પાનને કાઢવા, ખાતર ભરવા, પાનનાં કાટા કાઢવા, પોલિનેશન અને થિનીંગ માટે મજૂરી ખર્ચ વધુ થાય છે. હરદાસભાઇ પોતાની ખારેકની ખેતીથી ઓફ સિઝન દરમ્યાન 4થી 5 લોકોને પૂર્ણ સમયની રોજગારી આપે છે. જ્યારે હાર્વેસ્ટિંગની સિઝન એટલે કે જૂન અને જૂલાઇમાં તેમને ત્યાં 30થી 40 લોકો કામ કરે છે. વર્ષ 2018માં તેમણે પોતાની 10 એકરમાં કરેલી ખારેકની ખેતીની જાળવણી, પેકિંગ અને વેચાણ માટે 10 લાખનો ખર્ચ કર્યો હતો. તેની સામે ખારેકનાં વેચાણથી તેમને 35 લાખની આવક થઇ હતી અને તેમાંથી ખર્ચ બાદ કરતા તેમને 25 લાખનો ચોખ્ખો નફો થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">