શુક્રવારે અચૂક કરો આ ઉપાય, થોડા જ સમયમાં થઈ જશે આર્થિક તંગી દૂર

શુક્રવારે અચૂક કરો આ ઉપાય, થોડા જ સમયમાં થઈ જશે આર્થિક તંગી દૂર
Laxmi narayan

આજે શુક્રવારના દિવસે આ ઉપાયોનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપાનો પ્રભાવ તમારા પર પડવા માંડશે અને સૂતેલી કિસ્મત આળસ મરડીને ઉભી થઈ જશે.

Rahul Vegda

| Edited By: TV9 Gujarati

Jan 08, 2021 | 3:41 PM

મનુષ્યને આરામદાય જીવન જીવવા માટે ધનની ખૂબ આવશ્યકતા છે,  સૌ કોઈને રૂપિયા પૈસા કમાવાની ઘેલછા હોય છે, જેથી તેમનું જીવન તે સારી રીતે જીવી શકે. લોકો તનતોડ મેહનત પણ કરતાં હોય છે. મેહનત કરવા છતાં પણ ખરાબ ગ્રહોની પરિસ્થિતિ મેહનત પર પાણી ફેરવી દે છે. જેના લીધે વ્યક્તિને તે પરિણામ નથી મળતું. ત્યારે આ  શુક્રવારના દિવસે આ ઉપાયોનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપાનો પ્રભાવ તમારા પર પડવા માંડશે, અને સૂતેલી કિસ્મત આળસ મરડીને બેઠી થઈ જશે.

શુક્રવારે અજમાવો આ સાત ઉપાય-

1. શુક્રવારે કોઈ પણ સ્ટીલના તાળાની ખરીદી કરો, તે તાળુ ના તો તમે ખોલો, ના તો દુકાનદારને ખોલવા દો. આ તાળાને શુક્રવારની રાત્રે તમારા બેડરૂમમાં રાખી દો. શનિવારે સવારે જાગીને સ્નાન કરીને તાળાને ખોલ્યા વગર કોઈ પણ મંદિરમાં રાખી દો.

2. શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુના દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને અભિષેક કરો. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે, એટલે નારાયણની પૂજાથી શીઘ્ર પ્રસન્ન થાય છે.

3. શુક્રવારના દિવસે એક પીળુ કપડુ લઈને તેમાં પાંચ કોડીઓ અને થોડુ કેસર નાખો. આ બધાને બાંધીને તમારી તિજોરીમાં રાખી મૂકો. ૐ શ્રી શ્રીયે નમઃ આ મંત્રનો 108 વાર એટલે, કે એક માળાનો જાપ કરવો.

4. શુક્રવારે સંધ્યા સમયે ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો. આ દીપકમાં થોડું કેસર ઉમેરીને ઋણી વાતના બદલે સુતરની વાટ ઉપયોગ કરવો.

5. નવ વર્ષથી નાની વયની પાંચ બાળાઓને ઘરે બોલવીને ભર પેટ ખીર જમાડો. ખાંડની જગ્યાએ ખીરમાં સાકરનો ઉપયોગ કરો. બાળાઓને જમાડ્યા બાદ તેને વસ્ત્રનું દાન કરીને દક્ષિણા આપીને તેમના પગે લાગી લો.

6.શુક્રવારે  શ્રી ગણેશ તેમજ મા લક્ષ્મીનું પૂજન કરો. પૂજામાં એક નારિયેળ પણ રાખો. પૂજા થાય પછી આ નારીયેળને આપની તિજોરીમાં મૂકી દો. રાતના સમયે આ નારિયેળને કોઈ પણ ગણેશ મંદિરમાં અર્પણ કરી દો.આ સાથે જ ભગવાન શ્રીગણેશને ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરવી.

7. શુક્રવારે સવારે મા લક્ષ્મીના મંદિરે એક આખું શ્રીફળ, ગુલાબ, કમળના ફૂલની માળા, સવા મીટર ગુલાબી અથવા તો સફેદ કપડું, 375 ગ્રામ જેટલું ચમેલીનું તેલ, દહી,  મીઠાઇ અને એક જોડી જનોઈ માતાને અર્પણ કરો. આ પછી માતા લક્ષ્મીની કપૂર અને દેશી ઘીથી આરતી ઉતારી શ્રી કનકધારા સ્ત્રોતનના જાપ કરવા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati