દિવાળી બાદ શાળા-કોલેજ ખોલવાનો સરકારનો નિર્ણય : સૂત્ર, વાલીઓ બાળકોને શાળાએ મોકલવા મામલે અસંમજસમાં

  • Publish Date - 10:11 am, Sat, 24 October 20
દિવાળી બાદ શાળા-કોલેજ ખોલવાનો સરકારનો નિર્ણય : સૂત્ર, વાલીઓ બાળકોને શાળાએ મોકલવા મામલે અસંમજસમાં

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. ત્યારે રાજ્ય સરકારે આખરે દિવાળી પછી એટલે કે, ૨૩મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. ફિઝિકલ સ્કૂલો શરૂ થશે.પરંતુ ઓનલાઈન શિક્ષણ પણ યથાવત ચાલુ જ રાખવામાં આવશે. જેમાં વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે, તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે અથવા તો ઓનલાઈન જ ભણાવવા માગે છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે, સ્કૂલો શરૂ કરવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

 

વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી પણ જે-તે દિવસે ૫૦ ટકા જ રખાશે. એટલે કે, વિદ્યાર્થીઓને વારા-ફરથી સ્કૂલમાં બોલાવવામાં આવશે. ધારો કે, મોટાભાગના વાલીઓને તેમના બાળકોને સ્કૂલમાં મોકલવાની ઈચ્છા દર્શાવે તો પણ જે-તે દિવસે ૫૦ ટકા બાળકોને જ સ્કૂલમાં એન્ટ્રી અપાશે. અત્રે ઉલ્લેખનીય છેકે, સ્કૂલોના સંચાલકો સાથે સલાહમસલત કરવા બેઠકનો એક રાઉન્ડ પુરો થયો છે. તાજેતરમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati