VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મળતી માહિતી […]

VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો
Kunjan Shukal

|

Feb 15, 2020 | 9:07 AM

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી પ્રમાણે આ દીપડો અગાઉ દીવ બસ સ્ટેન્ડના મેઈન રોડ પર દેખાયો હતો, જ્યાં રાત્રિના સમયે એક પ્રવાસીનું ધ્યાન આ દીપડા પર પડ્યું અને તેણે સાત સેકન્ડનો એક વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ પ્રવાસીએ વીડિયો ચેકપોસ્ટ પર પોલીસને બતાવ્યો હતો. ત્યારે દીપડો ફરતો હોવાનો વીડિયો મળ્યા બાદ પોલીસે અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરંતુ દીપડો ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ ખબર મળી કે દીપડો દરિયાકિનારે થઈને ઘોઘલા સરકારી આવાસમાં ઘુસ્યો છે. આ જાણ થઈ કે તરત જ દીવ પોલીસ અને ગુજરાત વન વિભાગની ટીમ ઘોઘલા પહોંચી ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati