વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ

વડોદરા શહેરમાં બુધવારે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સાથે સાતથી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં જળસંકટના એંધાણ વર્તાઇ રહયા હતા.

વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ
District administration alert following heavy to very heavy rain forecast in Vadodara district

વડોદરા જિલ્લામાં 45 મી.મી.વરસાદ નોંધાયો, ડેસર તાલુકામાં 25 મી.મી.અને વડોદરા તાલુકામાં 18 મી.મી. વરસાદ

વડોદરા જિલ્લામાં ગઇકાલ સાંજના 6.00 કલાક સુધીમાં 45 મી.મી. વરસાદ નોંધાયો છે.ડેસર તાલુકામાં 25 મી.મી.જ્યારે વડોદરા તાલુકામાં 18 મી.મી.વરસાદ નોંધાયો છે. કલેકટર કચેરી,વડોદરાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કરજણ તાલુકામાં 419 મી.મી.,ડભોઇમાં 439 મી.મી, ડેસર 233 મી.મી.,પાદરામાં 470 મી.મી,વાઘોડિયામાં 235 મી.મી. ,વડોદરામાં 608 મી.મી.,સાવલી 235 મી.મી અને શિનોર તાલુકામાં 383 મી.મી. સહિત જિલ્લામાં મોસમનો કુલ 3022 મી.મી. વરસાદ નોંધાયો છે.

વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ, અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહેવા આપી સુચનાઓ

હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર આર.બી. બારડની સૂચનાથી નિવાસી અધિક કલેકટરે જિલ્લામાં વરસાદની શકયતાઓને ધ્યાને લઈ તમામ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી, જિલ્લા અને તાલુકા કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કોઈ પણ બનાવ બને તેવા સંજોગોમાં તાત્કાલિક તકેદારીના પગલાં લેવાની પણ સુચનાઓ આપવામાં આવી છે.

વરસાદના પગલે શહેરમાં સાતથી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાય

વડોદરા શહેરમાં બુધવારે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સાથે સાતથી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં જળસંકટના એંધાણ વર્તાઇ રહયા હતા. ત્યારે બુધવારે રાત્રે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ વરસાદમાં સાત સ્થળોએ વૃક્ષો તૂટી પડવાના બનાવો સામે આવ્યા છે. સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે દોડી જઇ રાહત કામગીરી શરૂ કરી છે. જેમાં વાઘોડિયા , માંજલપુર, પાણીગેટ અને ઇલોરાપાર્ક સહિતના વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવા પામ્યા છે.જિલ્લામાં આજે વહેલી સવારથી ડભોઇ-સાવલી પંથકમાં વરસાદના અહેવાલો મળી રહ્યાં છે.

આ પણ વાંચો : India’s T20 World Cup Squad: આ 15 ખેલાડીઓ ટીમ ઇન્ડીયાનો વિજય ધ્વજ લહેરાવવા મેદાને ઉતરશે, જુઓ તસ્વીરો સાથે ખેલાડીઓની કુંડળી

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ અનેક ડેમો છલકાયાં, ગીરસોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, ઉપલેટા પંથકમાં ભારે વરસાદ નોંધાયો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati