
દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા, ગુજરાત પોલીસે વર્કિગ વૂમનને સલામત રીતે ઘરે પહોંચાડવાની જાહેરાત કરી છે. આમ તો આ જાહેરાત દોઢ વર્ષ જૂની છે. જોકે ઉન્નાવકાંડ અને હૈદરાબાદ ગેંગ રેપની ઘટના સામે આવ્યા બાદ ફરી એક વખત અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અને મહિલાઓને મધરાતે પણ સુરક્ષા પુરી પાડવાની ખાત્રી આપી છે. અમદાવાદમાં રહેતી મહિલાઓ પછી તે વર્કિંગ વુમન હોય, કે મોડી રાત્રે કામથી નીકળેલી યુવતી કે મહિલા, કોઈ સંજોગોમાં તેમને ડર લાગે અથવા તો ઘરે પહોંચવામાં મુશ્કેલી સર્જાય તેવા સંજોગોમાં પોલીસ તેમની વહારે આવશે. અને તેમને ઘરે પહોંચાડવા પોલીસ સાથે વાહન મોકલશે.
આ પણ વાંચોઃ અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું
ઘણી વખત એવું પણ બને કે, પોલીસ વિભાગની કઈ સેવા મહિલાઓ માટે ઉપયોગી છે. જેનો ખ્યાલ મહિલાઓને ન પણ હોય ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પોલીસની આ જાહેરાત મહિલાઓ માટે સુરક્ષાની લાગણી જરૂર લાવી શકે છે. હૈદરાબાદ પોલીસના એન્કાઉન્ટરથી મહિલાઓનું મનોબળ વધ્યું છે અને દુકૃત્ય કરનારાઓને એક સંદેશ પણ ગયો છે. ત્યારે અમદાવાદમાં પણ મહિલાઓએ આ વાતની ખુશી વ્યક્ત કરી. સાથે જ અમદાવાદની મહિલાઓ પોલીસની આ જાહેરાત બાબતે શું માને છે એ સાંભળીએ.