Gujarat Weather Update: નોરતાની આઠમે મન મૂકીને ગરબા રમવા છે? વરસાદ નડશે કે આકાશ રહેશે ચોખ્ખું રહેશે જાણો તમારા શહેરનું હવામાન

હવામાન વિભાગે  (IMD) જણાવ્યું હતું કે આકાશ ચોખ્ખું રહેવાની સાથે દિવસે ગરમી અને મોડી રાત્રે તથા વહેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થશે. તેમજ દેવભૂમિ દ્વારકા  (Devbhoomi Dwarka) જિલ્લાને  બાદ કરતા  સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવ પૂર્ણ રીતે પ્રકાશિત જોવા મળશે તેમજ ડાંગમાં હળવા ઝાપટા પડી શકે છે

Gujarat Weather Update: નોરતાની આઠમે મન મૂકીને ગરબા રમવા છે? વરસાદ નડશે કે આકાશ રહેશે ચોખ્ખું રહેશે જાણો તમારા  શહેરનું હવામાન
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 6:28 AM

Gujarat weather નવલા નોરતાનો  (Navratri 2022) આઠમો દિવસ છે આજે મહાઅષ્ટમીના દિવસે રાજયમાં વરસાદની ક્યાંય શક્યતા નથી. તેમજ રાજ્યભરમાં આકાશ ચોખ્ખુ રહેતા સૂર્યદેવ પૂર્ણપણે જોવા મળશે.  હવામાન વિભાગે  (IMD) જણાવ્યું હતું કે આકાશ ચોખ્ખું રહેવાની સાથે દિવસે ગરમી અને મોડી રાત્રે તથા વહેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થશે. તેમજ દેવભૂમિ દ્વારકા  (Devbhoomi Dwarka) જિલ્લાને  બાદ કરતા  સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવ પૂર્ણ રીતે પ્રકાશિત જોવા મળશે તેમજ ડાંગમાં હળવા ઝાપટા પડી શકે છે તે સિવાય આખા ગુજરાતમાં ક્યાંય વરસાદી શકયતા નથી.

અમરેલીમાં દિવસે ગરમીનો થશે અનુભવ

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ આકાશ એકદમ ચોખ્ખું જોવા મળેશે. તેમજ ભેજનું પ્રમાણ 60 ટકા રહેશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે આણંદમાં તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો 64 ટકા હ્યુમિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે જ્યારે અરવલ્લીમાં મહતમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

બનાસકાંઠામાં જોવા મળશે ચોખ્ખુ આકાશ

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો ભરૂચમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. ભેજનું પ્રમાણ 76 ટકા રહેશે તો ભાવનગરમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

છોટા ઉદેપુરમાં મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં હવે વરસાદની સહેજ પણ શકયતા નથી અને મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો જ્યારે દાહોદમાં પણ 67 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 83 ટકા જેટલું રહેશે.

દેવભૂમિ દ્વારકામાં જોવા મળશે વાદળછાયું વાતાવરણ

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તેમજ વાદળાછાયું વાતાવરણ જોવા મળશે. તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જામનગરમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે અહીં પણ વરસાદની શકયતા નથી.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">