ભારતીય કોસ્ટ ગાર્ડના ચાર દિવસીય નારી શક્તિ અભિયાનનું ઓખા ખાતે સમાપન

આ અભિયાન 03 ઓગસ્ટ 2022ના રોજ ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને જાફરાબાદ, વેરાવળ,પોરબંદર અને ઓખાના મુખ્ય માછીમારી ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડના ચાર દિવસીય નારી શક્તિ અભિયાનનું ઓખા ખાતે સમાપન
Indian Coast Guard's four-day Nari Shakti Abhiyan concluded at Okha
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 06, 2022 | 10:57 PM

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ચાર દિવસીય “નારી શક્તિ – સ્વચ્છતા સે સુરક્ષા તક” અભિયાન આજે 06 ઓગસ્ટ 2022ના રોજ દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લાના ઓખા  (Okha) ખાતે સમાપ્ત થયું હતું. આ અભિયાન 03 ઓગસ્ટ 2022ના રોજ ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને જાફરાબાદ, વેરાવળ,પોરબંદર અને ઓખાના મુખ્ય માછીમારી ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ  ક્રિયા પ્રતિક્રિયાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તબીબી પ્રવચનો યોજવામાં આવ્યા હતા, જેનો હેતુ માછીમાર સમુદાયની મહિલાઓને સુરક્ષિત સમુદ્ર, દરિયાકિનારાની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો હતો.

ICG મહિલા અધિકારીઓ અને સેવા આપતા કર્મચારીઓની પત્નીઓએ ચાર દિવસના અભિયાન દરમિયાન 1200 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું અને માછીમારી સમુદાયની 1500થી વધુ મહિલાઓ સાથે વાતચીત કરી. ICGની આગેવાની હેઠળના નારી શક્તિ અભિયાનને માછીમારી સમુદાય, જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક લોકો તરફથી ઉત્સાહી પ્રતિસાદ મળ્યો. આ કાર્યક્રમને લાયન્સ ક્લબ ગ્રેટર અમદાવાદ અને મેસર્સ મૂડ ઓફ વુડ, ગાંધીનગર દ્વારા ટેકો મળ્યો હતો.

ગત રોજ જાફરાબાદ ખાતે દરિયાકાંઠાના બીચની સફાઈ અંગે આપવામાં આવ્યું હતું માર્ગદર્શન

ભારતીય તટ રક્ષક દળ (ICG) દ્વારા દરિયાકાંઠાની સ્વચ્છતા અને સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય તટરક્ષક દળ(ICG) દ્વારા “નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી” નામથી અનોખી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશનો 3 ઓગષ્ટથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં બીજા દિવસના અંત સુધીમાં જાફરાબાદ અને વેરાવળને આવરી લેવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની આ ઈવેન્ટને જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ ઝુંબેશનો હેતુ દરિયાકાંઠાના બીચની સફાઈ, સ્વચ્છતા તેની સુરક્ષામાં માછી સમાજની મહિલાઓને જોડવી, તેમને આ કાંઠાઓની સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરવા અને પોતાની સ્વચ્છતા પ્રત્યે પણ વધુ સજાગ કરવાનો છે.

આ અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટ ગાર્ડ(ICG) કર્મીઓની પત્નીઓ અને મહિલાઓ અધિકારીઓ ગુજરાતના દરિયાકાંઠાનો પ્રવાસ કર્યો હતો અને ગુજરાતના મુખ્ય માછીમારી વિસ્તારોની મુલાકાત લઈને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. સુરક્ષિત સમુદ્ર, બીચની સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુરુવારે વેરાવળ અને જાફરાબાદના ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માછી સમાજને આવરી લેવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati