DWARKA: દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવ, જ્યાં ભગવાન સાથે ઉજવાય છે રંગોનો પર્વ

DWARKA:  પવિત્ર યાત્રાધામ દ્વારકા (dwarka) માં દરેક પર્વનો વિશેષ મહિમા છે. ભગવાનશ્રી (loadkrishana) કૃષ્ણની નગરી દ્વારકા જગતમંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લોસ , ઉમંગ, ઉસ્તાહ સાથે ભકિતભાવથી ઉજવાય છે.

DWARKA: દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવ, જ્યાં ભગવાન સાથે ઉજવાય છે રંગોનો પર્વ
દ્વારકાધીશ મંદિર
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 7:11 PM

DWARKA:  પવિત્ર યાત્રાધામ દ્વારકા (dwarka) માં દરેક પર્વનો વિશેષ મહિમા છે. ભગવાનશ્રી (loadkrishana) કૃષ્ણની નગરી દ્રારકાના જગતમંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લોસ , ઉમંગ, ઉસ્તાહ સાથે ભકિતભાવથી ઉજવાય છે. વર્ષેમાં ઉજવાતા અનેક પર્વમાં વિશેષ મહત્વ ફુલડોલ (fuldol) ઉત્સવનુ છે. આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રધ્ધાળુ દ્વારકા આવે છે. ખાસ ફુલડોલ ઉત્સવમાં ભકિત (bhakti) ના રંગમાં રંગાય છે.

ફાગણી પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે. આમ તો હોળી અને ધુળેટી બે દિવસનો પર્વ છે. આ રંગોના પર્વનો ભક્તો વર્ષ આખુ આતુરતાથી રાહ જોતા હોય છે. દ્રારકામાં ફાગણસુદ અગિયારસથી પુનમ સુધી ફાગણીપર્વની ઉજવણી થાય છે. જગતમંદિર દ્રારકામાં હોળી-ફુલડોલ ઉત્સવની તૈયારીઓ વસંતપંચમીથી જ શરૂ થઈ જાય છે. વસંત પંચમીના દિવસે ભગવાનને બોર, દાળીયા(ચણા), ધાણી વગેરેનો ભોગ ધરાવાય છે. બપોરે વિશેષ આરતી થાય છે. વસંત પંચમીથી દરરોજ સવારની શ્રૃંગાર આરતી અને સાંજની સંઘ્યા આરતી વખતે ભગવાન દ્રારકાધીશજીને મુખારવિંદ પર પુજારીઓ દ્રારા શકનરૂપે રંગ લગાડવામાં આવે છે. ફાગણીપર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનુ સ્વરૂપ ધારણ કરે છે. ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Fuldol in Drarka temple where Lord Drarkadhish is celebrated with a festival of colors.

ફાગણીપુનમના દિવસે જગતમંદિરમાં ખાસ આરતીના સમયે અબીલ, ગુલાલ, ફુલોની વર્ષા કરવામાં આવે છે. જેમાં મંદિર પટાગણમાં પુજારી પરીવાર, સ્થાનિકો, અને દેશ-વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓ તેમજ દુર-દુર પગપાળા યાત્રા કરીને આવેલા પગયાત્રીઓ આ રંગના પર્વમાં કૃષ્ણભકિતમાં રંગાય છે. ફુલડોલના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થાય છે. ત્યારબાદ બપોરના 2 થી 4 વાગ્યા સુધી કુલડોલ(ધુળેટી)નો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. દ્રારકાધીશનુ મંદિર નિત્યક્રમ મુજબ બપોર 1 વાગ્યા બંધ થાય અને સાંજે 5 વાગ્ય ખુલે છે. પરંતુ ખાસ ફુલડોલ ઉત્સવ માટે બપોરના સમયે મંદિર ખુલ્લુ રહેતુ હોય છે. બપોરના 2 વાગ્યે વિશેષ આરતીના દર્શન થાય છે.

કોરોનાને કારણે 3 દિવસ મંદિર બંધ રહેશે

હોળીના પર્વ પર પગપાળા યાત્રિકો દુર-દુરથી દ્રારકા આવે છે. દ્રારકા હાઈવે પર હોળીના બે સપ્તાહ પહેલાથી પદયાત્રીઓની ભીડ જોવા મળતી હોય છે. પગયાત્રીઓ ભગવાનના નામ સાથે ભકિતના રંગમાં રંગાઈને ચાલીને દ્રારકા પહોચે છે. કોઈ 200 કિમી તો કોઈ 500 કિમી કે તેથી વધુનુ અંતર કાપીને ચાલીને દ્રારકા પહોચે છે. ચાલીને આવનાર શ્રધ્ધાળુઓને કૃષ્ણભકિતમાં કોઈ થાક લાગતો નથી. પરંતુ, આ વરસે કોરોનાને કારણે મંદિર 3 દિવસ બંધ રખાયું છે.જેથી ઉત્સવને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">