Dwarka મંદિરની આસપાસથી દબાણો દૂર કરવા ધનરાજ નથવાણીની સરકારને રજૂઆત

ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ વિભાગ  આવી જ  કાર્યવાહી દ્વારકાધીશ મંદિર નજીકના દબાણોને દૂર કરવામાં દેખાડશે.

Dwarka મંદિરની આસપાસથી દબાણો દૂર કરવા ધનરાજ નથવાણીની સરકારને રજૂઆત
Dhanraj Nathwani asked to remove illegal encroachment near dwarkadeesh temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 5:40 PM

દ્વારકા(Dwarka)  દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન ધનરાજ્ નથવાણી(Dhanraj Nathwani) એ એક ટ્વિટ કરીને રાજ્ય સરકાર અને ટૂરિઝમ વિભાગને દ્વારકાધીશ(Dwarkadeesh) મંદિરની આસપાસ થયેલા દબાણો(Encroachment) ને દૂર કરવા માટે રજૂઆત કરી છે. ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને એક અખબારના એક કટિંગને શેર કર્યું છે. જેમાં બેટ દ્વારકામાં સરકારી જમીન પરથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની બાબત જણાવવામાં  આવી છે. તેમજ લખ્યું છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ વિભાગ  આવી જ  કાર્યવાહી દ્વારકાધીશ મંદિર નજીકના દબાણોને દૂર કરવામાં દેખાડશે.

તેમણે આ ટ્વિટમાં  દ્વારકાના કલેકટર, સાંસદ પૂનમબેન માડમ, સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલ, સીએમઓ ગુજરાત, સીએમ વિજય રૂપાણી અને ગુહ મંત્રી અમિત શાહ અને પીએમઓને પણ  ટેગ કર્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

300 મીટરની ત્રિજયામાં બાંધકામ  ઉપર પ્રતિબંધ

દ્વારકા મંદિરની આસપાસ 300 મીટરની ત્રિજ્યામાં બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં અનધિકૃત બાંધકામો બેરોકટોકપણે ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે નગરપાલિકા વિસ્તારમાં થતાં ગેરકાયદે બાંધકામ રોકવાની જવાબદારી જે તે ચીફ ઓફિસરની હોય છે. જો કે આ અંગેની કામગીરી કેમ થતી નથી તે અંગે હજુ  કોઇ સ્પષ્ટતા થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, લગભગ 2 મહિના બાદ દ્વારકાધીશ જગત મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા છે. જેમાં કોવિડ ગાઈડલાઈન મુજબ મોટી સંખ્યામાં ભક્તોએ શ્રીજીની ઝાંખી કરી હતી. તેમજ વહીવટીતંત્ર અને  મંદિર ટ્રસ્ટ દ્વારા  ભાવિકોને વિનંતી  કરી  છે કે કોવિડ નિયમોનું પાલન કરે તથા ઓનલાઈન દર્શન માટે મંદિરની વેબસાઈટ http://dwarkadhish.org નો ઉપયોગ કરે.

આ ઉપરાંત મંદિરમાં  દર્શન માટે આવતા લોકોએ ફરજિયાત માસ્ક  પહેરવાની સૂચના પણ આપવામાં આવી  છે. જ્યારે રવિવારે ભગવાન દ્વારકાધીશની  રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિર વ્યવસ્થાપન સમિતિએ કહ્યું છે આ રથયાત્રાના માત્ર પૂજારી પરિવાર જ સામેલ થશે. તેમજ કોરોના ગાઈડ લાઇન મુજબ જ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રવિવારે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આ પણ વાંચો : Ahmedabad: માસ પ્રમોશન માટે વિરોધ કરતા રિપીટર વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમથી અટકાયત

આ પણ વાંચો : Jamnagar: કાલાવાડનું રામાપીરનું મંદિર અષાઢી બીજના દિવસે રહેશે ખુલ્લું

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">