દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પવનચક્કીના પ્રોજેકટમાં ગેરરીતિના આરોપ

ગૌચરની જમીનને ખરાબાની જમીન બતાવી ખોટા દસ્તાવેજો રજૂ કરી અને તળાવની પાર તોડી રસ્તો બનાવવામાં આવ્યો છે.તેમજ કર્મચારીઓ અને અધિકારીઓએ પ્રોજેકટને લગતા ખોટા દસ્તાવેજ બનાવી સરકાર અને લોકો સાથે છેતરપીંડી આચરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ( Kalyanpur) તાલુકાના ખાખરડા (Khakharada) ગામે પવનચક્કીના પ્રોજેકટ (windmill project)માં ગેરરીતિ થઇ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.ગૌચરની જમીનને ખરાબાની જમીન બતાવી ખોટા દસ્તાવેજો રજૂ કરી અને તળાવની પાર તોડી રસ્તો બનાવવામાં આવ્યો છે.તેમજ કર્મચારીઓ અને અધિકારીઓએ પ્રોજેકટને લગતા ખોટા દસ્તાવેજ બનાવી સરકાર અને લોકો સાથે છેતરપીંડી આચરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામના લોકોએ ચિંતા વ્યકત કરી છે કે જો આવી જ રીતે ગૌચર જમીન પર દબાણ થશે તો તેમની આજીવિકા કેવી રીતે ચાલશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati