Devbhumi Dwarka: ગ્રામ્યવિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધતા કોવીડ કેર સેન્ટર કર્યું શરૂ

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 12, 2021 | 10:26 AM

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  ગ્રામપંચાયત દ્વારા તમામ સુવિધાઓ  લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી સાથે જ કોવિડ કેર સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે.પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીક આવેલ ધરમપુર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ધરમપુર ગ્રામ પંચાયત દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીમાં બીજી લહેર આવી છે અને તે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે.

અહીંના કોરોના કેર સેન્ટર માં હેલ્થ વિભાગના અધિકારીઓ પણ રહેશે જેથી વધુ સારવાર ની જરૂર જણાય તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે બીજીતરફ નાના એવા ગામો માં પણ હવે જાગૃતિ જવી છે અને ગામે ગામ આંશિક લોકડાઉન નો અમલ કરવામાં આવ્યો છે ત્યારે કોરોના ના પોઝીટીવ કેસો પર મહદઅંશે નિયંત્રણ કરવામાં સફળતા પણ મળી છે

ધરમપુર ગામમાં હાલ કોરોનાના 25 જેટલા એક્ટિવ કેસો છે અને 30 જેટલા લોકોએ તેમના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ગ્રામપંચાયત , સરપંચ અને ગામના આગેવાનો દ્વારા આંશિક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બપોર ના બે વાગ્યે બાદ તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે.

જ્યારે બીજી તરફ લોકો ને પણ કોરોના મહામારી માં સાવચેતીના પગલાં લેવા અને સરકારની કોવિડ 19ની ગાઈડલાઈન નું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે. લોકો પોતેજ તેની નૈતિક જવાબદારી સમજી સાથ સહકાર આપે તે જરૂરી છે. ત્યારે ધરમપુર ગ્રામપંચાયત દ્વારા આંશિક લોકડાઉનમાં ગ્રામજનોએ આપેલ સાથ સહકાર દ્વારા કોરોના ની આ જંગમાં મહદઅંશે રાહત પણ મળી છે.

કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ને આ બીજી લહેરમાં સાવચેતી રાખવી જરૂરી હતી જે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોટાભાગના ગામોમાં જોવા મળી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">