Devbhoomi Dwarka : જગતમંદિરમાં આસ્થા, કલા, પરંપરાનો સમન્વય, મુસ્લિમ પરિવારની 4 પેઢીથી અનોખી ઇશ્વરભક્તિ

રાજા ગાયકવાડના સમયથી એક મુસ્લિમ પરીવાર દ્વારા સવારે ભગવાનની મંગલા આરતી અને સાંજે સંધ્યા આરતી સમયે મંદિરના દરવાજાની બહાર ઢોલ અને શરણાઈના શુરો વહેતા કરીને ધાર્મિક વાતાવરણને સંગીતથી રંગી દે છે.

Devbhoomi Dwarka : જગતમંદિરમાં આસ્થા, કલા, પરંપરાનો સમન્વય, મુસ્લિમ પરિવારની 4 પેઢીથી અનોખી ઇશ્વરભક્તિ
Devbhoomi Dwarka: Unification of faith, art, tradition in Jagatmandir, unique devotion to God from 4 generations of Muslim family
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:39 AM

Devbhoomi Dwarka : સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામા જગતમંદિરના મુખ્ય દરવાજા પાસે એક મુસ્લિમ પરીવાર દ્વારા પોતાની આસ્થા સાથે કલા પ્રદર્શિત કરીને પરંપરા નિભાવીને કોમી એકતાનો સંદેશો ફેલાવે છે. ભગવાન શ્રીદ્વારકાધીશની આરતી સમયે સવાર-સાંજ મંદિરની બહાર ઢોલ અને શરણાઈના શુર લહેરાવીને બે 4 પેઢીથી એક પરીવારના સભ્યો પોતાની કલા દ્વારા પરંપરા નિભાવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિમાં રાજા ગાયકવાડના સમયથી એક મુસ્લિમ પરીવાર દ્વારા સવારે ભગવાનની મંગલા આરતી અને સાંજે સંધ્યા આરતી સમયે મંદિરના દરવાજાની બહાર ઢોલ અને શરણાઈના શુરો વહેતા કરીને ધાર્મિક વાતાવરણને સંગીતથી રંગી દે છે. ભગવાનની આરતી સમયે મંદિરની અંદર તો સંગીત વાગે જ છે. પરંતુ બહાર આ મુસ્લિમ પરીવાર પોતાની આસ્થા સાથે કલા દર્શાવીને કોમી એકતાનુ ઉદાહરણ પુરૂં પાડયુ છે.

આશરે 150 વર્ષથી જુની પરંપરા આ પરીવાર નિભાવી મંદિરના દ્વારેથી જ દ્રારકાધીશજીની અનોખી રીતે સેવા કરે છે. જે સાંભળીને દ્વારકા મંદિરમા આવતા અન્ય શ્રધ્ધાળુઓ સવારે મંગલા આરતી અને સાંજે સંધ્યા આરતીમા શરણાઈ અને ઢોલના મધુર શુર સાંભળવામા મળે છે. આ સંગીતના કલાકારો પોતાની કલાથી ભગવાનની સેવા કરે છે. અગાઉ તેના પુર્વજો દ્રારા આ સેવા કરવામાં આવતી બાદ દર પેઢી આ સેવા અવિત ચાલુ રહી છે. જેને સાંભળીને શ્રધ્ધાળુ પણ ખુશ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દ્વારકા મંદિર બહાર સવાર-સાંજ આરતી સમયે મધુર શુરો સાંભળીને આવતા યાત્રિકો પણ મંત્રમુગ્ધ બની જતા હોય છે. આ હાસમભાઈ અને તેના પરીવારની અનોખી ઈશ્વરભકિત અને સેવાથી કહી શકાય કે દ્વારકામા ભકિત, કલા, સંગીત, આસ્થા, પરંપરા અને એકતાના દ્રર્શન થાય છે.

દ્વારકામંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત કરાયા છે. દેવભુમિદ્વારકાના એસપી મનોજ જોશી દ્વારા ખાસ સુરક્ષા તેમજ કોવિડની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન થાય તેમજ આવતા ભકતોને પરેશાન ના થાય તેવું આયોજન કરી તે મુજબ અમલવારી કરવામાં આવેલ છે.

મંદિર પરીસર અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી સમીર સારડાએ દેખરેખ રાખી છે. એક બીડીએસની ટુકડી, અને એક ડોગસ્કોર્ડ તૈનાત કરવામાં આવેલ છે. જેના દ્વારા શહેરના જાહેર સ્થળો પર સમયાંતરે ચેકીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દર બે કલાકે બોમ્બ સ્કોર્ડ દ્રારા એન્ટી સબોર્ટેજ ચેકીંગ કરવામાં આવે છે. પોલિસ જવાનો સાથે જીઆરડી જવાનો, હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">