Devbhoomi dwarka: ખંભાળિયા ખાતે થઈ પ્રજાસતાક દિવસની ઉજવણી – જાણો જિલ્લાના મહત્વના સમાચાર

74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કાર્યક્ષેત્રમાં ઉમદા યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે ખંભાળીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનના શોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Devbhoomi dwarka: ખંભાળિયા ખાતે થઈ પ્રજાસતાક દિવસની ઉજવણી  - જાણો જિલ્લાના મહત્વના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 2:34 PM

દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 74માં  પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કાર્યક્ષેત્રમાં ઉમદા યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપર્વની ઉજવણી નિમિત્તે ખંભાળીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનનો શો આકર્ષક રહ્યો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલી નવસર્જન એકેડમી શાળા ખાતે જૂની ચલણી નોટોનું અનોખું એક્ઝિબિશન યોજાયું હતું આ એક્ઝિબિશનમાં ત્રીજી સદીથી અત્યાર સુધીની ચલણી નોટો અને સિક્કાઓ રાખવામાં આવ્યા હતા અને દેશ વિદેશમાં ચાલતી કરન્સી તેમજ રાજાશાહી સમયની ચાલતી ચલણી નોટો વિશે પણ શાળાના બાળકો તેમજ વાલીઓને માહિતગાર કર્યા હતા. આ એક્ઝિબિશનમાં શાળાના સંચાલકો દ્વારા અન્ય પાંચ શાળાના બાળકોને પણ અહીં ચલણી નોટ અને સિક્કાઓ વિશે માહિતી આપી હતી અને રાજાશાહી સમયની ચલણી નોટ તેમજ દેશ વિદેશમાં ઉપયોગમાં આવતી કરન્સી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે એક સમયે લુપ્ત થયેલી અને દેશ વિદેશમાં ઉપયોગમાં આવતી નવી તેમજ જૂની કરન્સીઓના આ એક્ઝિબિશન નિહાળીને બાળકો પણ ખુશ થયા હતા.

પ્રદર્શનનું આયોજન કરનારા આયોજકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારના પુરાતન સિક્કા અને નોટો જોઇને બાળકોમાં  તેમજ વિદ્યાર્થીઓમાં વધારે ઉત્સાહ જોવા મલ્યો હતો. તેઓએ વિવિધ સિક્કા અંગે જાણવામાં રસ દાખવ્યો હતો. સાથે જ જે લોકોને  જૂનું ચલણી નોટો અને સિક્કા સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે, તેવા લોકો પણ આ  પ્રદર્શન  જોવા માટે આવ્યા હતા.

અગાઉ ખંભાળિયામાં 13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી

13માં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે  25 જાન્યુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ‘Nothing like voting, I vote for sure”(મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ) થીમ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, સેક્ટર ઓફિસર, બી.એલ.ઓ. વિગેરેએ મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય મતદાતા દિવસે કરાયું હતુ પ્રાંત અધિકારીનું સન્માન

13માં રાષ્ટ્રીય મતદાતા દિવસે મતદાન સુધારવા માટેના વિશિષ્ટ પ્રયાસો તથા દીવ્યાંગો અને થર્ડ જેન્ડર માટે કેમ્પનું આયોજન કરીને ખાસ પ્રયત્નો હાથ ધર્યા હતા. તથા દેવભૂમિ દ્વારકાએ રાજ્યનો એક માત્ર જિલ્લો છે. જેમાં અગાઉની ચૂંટણીમાં થયેલા મતદાનની તુલનામાં મતદારોનું મતદાન વધ્યુ હતું. આ કામગીરી માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર એમ.એ. પંડ્યાની શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થઈ છે. સાથે રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા વિધાનસભા મતદાર વિભાગના નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાની પસંદગી થઈ હતી. તો મતદાર નોંધણી અધિકારી તરીકે તેમને નાગરીકોની નોંધણી કરીને રાજ્યની મતદારયાદીમાં સુધારો કરવા માટેના અથાગ પ્રયત્નો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર તરીકે ખંભાળિયાની ગોકાણી કોલેજની વિદ્યાર્થીની હેતવીબેન ભૂરાની પસંદગી  કરવામાં આવી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">