Devbhoomi Dwarka: લાંબા ગામના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો માદક પદાર્થ

દેવભૂમિ કલ્યાણપુર તાલુલાના લાંબા બંદર ગામ નજીક આવેલા ભમરિયા પોઈન્ટ ખાતેથી લાલ તેમજ જાંબલી કલરના બે પેકેટ મળી આવ્યા હતા. SRDના જવાનને શંકાસ્પદ (Suspected) પેકેટ જોવા મળતા કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી.

Devbhoomi Dwarka: લાંબા ગામના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો માદક પદાર્થ
devbhoomi dwarka: Narcotics recovered from the sea area of Lamba village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:54 PM

સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકિનારેથી સતત નશીલા પદાર્થો મળી રહ્યા છે, તે કડીમાં આજે દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લાના દરિયાકાંઠેથી પણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. દેવભૂમિ કલ્યાણપુર તાલુલાના લાંબા બંદર ગામ નજીક આવેલા ભમરીયા પોઈન્ટ ખાતેથી લાલ તેમજ જાંબલી કલરના બે પેકેટ મળી આવ્યા હતા. SRDના જવાનને શંકાસ્પદ (Suspected) પેકેટ જોવા મળતા કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી. શંકાસ્પદ પેકેટ ઉપર arabica priium, EGOISTE CAFE, E, VELVET, GROUND COFFEE, MADE IN GERMANY લખેલા પેકેટ મળ્યાં હતા. શંકાસ્પદ પેકેટ મળતા જિલ્લા SOGની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

SOGની ટીમ દ્વારા પેકેટ ખોલતા ચરસ જેવો માદક પદાર્થ હોવાનું સામે આવ્યું

બે પેકેટમાંથી 2252.5 ગ્રામ તેમજ રૂપિયા 3,37,860ની કિંમતનો માદક પદાર્થ ચરસને હેરાફેરી કરતા અજાણ્યા ઈસમોએ દરિયાકાંઠે ફેંકી દીધો હોય, જેથી અજાણ્યા ઈસમો વિરુદ્ધ NDPC કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ચરસના પેકેટ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળતા જિલ્લા SOGની ટીમને તપાસ સોંપવામાં આવી છે.

ગત રોજ ગીર સોમનાથના દરિયાકાંઠેથી મળી આવ્યા હતા ચરસના પેકેટ

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ (Somnath) નજીક સમુદ્ર કાંઠેથી મળી આવેલા શંકાસ્પદ પદાર્થને લઈ મોટો ખુલાસો થયો છે. FSL પરીક્ષણમાં શંકાસ્પદ પેકેટમાં ચરસ (Charas) હોવાનું સામે આવ્યું છે. જેને લઈ સોમનાથ મરીન પોલીસે (Marine Police) 301 કિલો 195 ગ્રામ ચરસના જથ્થો સીઝ કર્યો છે. કુલ 4 કરોડ 51 લાખની કિંમતનું ચરસ જપ્ત કરાયું છે. હાલ સોમનાથ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દરિયામાં ચરસ ફેંકી ગયા હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે ગઈ કાલે દરિયાકાંઠે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા, જેને લઈ પોલીસે સર્ચ હાથ ધર્યું હતું. નોંધનીય છે કે પોરબંદર, (Porbandar) જૂનાગઢ, ગીર સોમનાથના દરિયાકાંઠેથી  છેલ્લા ત્રણ દિવસથી સતત આવા શંકાસ્પદ પેકેટો મળી રહ્યા છે અને સઘન તપાસ અભિયાન ચાલુ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉલ્લેખનીય છે કે  3 ઓગસ્ટના રોજ એસઓજી (SOG) પોલીસે માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ચરસ જપ્ત કર્યું હતું. ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ઘૂસાડવાના પ્રયત્નને જૂનાગઢ એસઓજી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">