Devbhoomi Dwarka: ભક્તજનો પહોંચી રહ્યા છે કાનુડાના દર્શને, દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા

સમગ્ર શહેરમાં પોલીસનો (Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા એસ.પીના સીધા માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 80 પીઆઈ તથા પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ તથા હોમગાર્ડઝના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Devbhoomi Dwarka: ભક્તજનો પહોંચી રહ્યા છે કાનુડાના દર્શને, દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા
જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને મંદિરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 8:33 PM

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમીની (Krishna Janmashtmi) ઉજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી તમામ શકયતા છે. જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને  જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

પોલીસ કાફલો કરી રહ્યો છે સઘન સુરક્ષા વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર શહેરમાં પોલીસનો (Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા એસ.પીના સીધા માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 80 પીઆઈ તથા પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ તથા હોમગાર્ડઝના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા (Security) માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સહિત લાઈટિંગ અને બેરીકેટીંગ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જન્માષ્ટમી ઉત્સવ અંગે  જીલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર (District Collector) એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાશે. આ વર્ષે કોરોનાકાળ હળવો હોવાને લીધે ભક્તજનો મોટી માત્રામાં ઉમટી પડે તેવી શક્યતા છે.

દ્વારિકાધીશ મંદિરે જનમાષ્ટમી પર્વમાં દર્શનનો સમય

  • સવારે 6.00 કલાકે શ્રીજીની મંગળા આરતી દર્શન
  • સવારે 6.00 થી 8.00 વાગ્યા દરમિયાન મંગળા દર્શન
  • 8.00 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક દર્શન
  • 10.00 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાવવામાં આવશે
  • 10.30 વાગ્યે શ્રૃંગારભોગ
  • 11.00 વાગ્યે શ્રૃંગાર આરતી
  • 12.00 કલાકે રાજભોગ
  • 1.00 વાગ્યાથી 5.00 કલાક દરમિયાન અનોરસ એટલે કે મંદિર બંધ રહેશે. સાંજે 5.00 કલાકે ઉત્થાપન દર્શન
  • 5.00 થી 5.45 વાગ્યા દરમિયાન ઉત્થાપનભોગ
  • 7.00 થી 7.30 દરમિયાન સંધ્યાભોગ
  • 7.30 વાગ્યે સંધ્યા આરતી દર્શન
  • રાત્રે 8.00 કલાકે શયનભોગ
  • 8.30 વાગ્યે શયન આરતી
  • 9.00 વાગ્યે શયન અનોરસ એટલે કે મંદિર બંધ રહેશે

કૃષ્ણ જન્મોત્સવના દર્શન

  • રાત્રે 12.00 વાગ્યે જન્મોત્સવની આરતી બાદ દર્શન
  • રાત્રે 2.30 વાગ્યા સુધી ભક્તજનો બાળગોપાલના દર્શન કરી શકશ

 સહેલાણીઓને બીચ પર ન્હાવાની મનાઈ

મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે કલેક્ટરે આદેશ આપ્યા હતા કે સહેલાણીઓ દરિયાથી દૂર રહે તેમજ બીચ ઉપર અંદર સુધી ન જાય. હાલમાં દરિયામાં કરંટ હોવાને લીધે જોખમ ઉભું થઈ શકે છે. સાથે જ લોકો લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">