દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં 6 કલાકમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો, માંઝા ગામની નદીમાં આવ્યું પૂર

સૌરાષ્ટ્રમાં (Saurastra) અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે ખંભાળિયાના ભાડથર, ભાટેલ, કેશોદ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં 6 કલાકમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો, માંઝા ગામની નદીમાં આવ્યું પૂર
Devbhoomi Dwarka: 4.5 inches of rain fell in 6 hours in Khambhaliya, river flooded in Manjha village
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Jul 03, 2022 | 8:36 AM

સૌરાષ્ટ્રમાં (Saurastra) અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ખંભાળિયામાં 4.5 ઈંચ  વરસાદ ખાબક્યો હતો અને વરસાદને લીધે માંઝા ગામની નદીમાં નવા નીર સાથે પૂર આવ્યું હતું. જોકે ગુજરાતમાં(Gujarat) જામી રહેલા વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. જેમાં પ્રવાસીઓ કુદરતી નજારાની મોજ માણતા નજરે પડ્યા હતા. જોકે જોખમી મોજાં ઉછળતા હોવા છતાં દૂર દૂર સુધી કોઈ સુરક્ષા જવાન કે રેસ્ક્યૂ ટીમ ન જોવા મળી ન હતી. તો જૂનાગઢ જિલ્લાના માણવાદરમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ 4- 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ખંભાળિયા પાણીથી તરબતર

જિલ્લાના ખંભાળિયા શહેરમાં 6 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. જ્યારે માંઝા ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ખંભાળિયા પંથકમા ધોધમાર વરસાદ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ભાડથરની સ્થાનિક નદી ગાંડીતૂર બની છે. જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદના કારણે ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી છે. જ્યારે ખંભાળિયાના ભાડથર, ભાટેલ, કેશોદ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલમાં મેઘરાજા મહેરબાન છે અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ગીર જંગલનો વિસ્તાર, જૂનાગઢ સહિત મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે ત્યારે જગતનો તાત વરસાદને પગલે ખુશ છે જોકે મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati