Devbhoomi Dwarka : જન્માષ્ટમી પર્વ પર દ્વારકાનગરીમાં 1300 સુરક્ષા જવાનો ફરજ પર તૈનાત

દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત કરાયા છે.

Devbhoomi Dwarka : જન્માષ્ટમી પર્વ પર દ્વારકાનગરીમાં 1300 સુરક્ષા જવાનો ફરજ પર તૈનાત
1300 security personnel deployed in Dwarkanagari on Janmashtami
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 30, 2021 | 4:17 PM

Devbhoomi Dwarka : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો વિશેષ મહિમા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો કૃષ્ણજન્મોત્સવની ઉજવણી માટે દેશભરમાંથી આવતા હોય છે. ગત વર્ષે કોરોના કારણે ભકતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી ના હતી. આ વખતે બે વર્ષ બાદ જન્માષ્ટમીની ઉજવણી માટે ભકતોમાં અનેરો ઉત્સાહ છે. મોટી સંખ્યામાં ભકતો આવે તે માટે તંત્ર દ્રારા અગાઉથી આયોજન કરવામાં આવ્યુ છે.

દર વખતે મોટી સંખ્યામાં આવતા ભકતો માટે પોલિસ સુરક્ષા માટે ફરજ બજાવે છે. પરંતુ આ વખતે સુરક્ષાની સાથે કોરોની માર્ગદર્શિકાનું કડક પાલન પોલિસ માટે મોટો પડકાર છે. જે સંપુર્ણ ચુસ્તપણે અમલ કરવા માટે આયોજન કરીને તે મુજબ અમલી કરવામાં આવેલ છે.

દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત કરાયા છે. દેવભુમિદ્વારકાના એસપી સુનીલ  જોશી દ્વારા ખાસ સુરક્ષા તેમજ કોવિડની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન થાય તેમજ આવતા ભકતોને પરેશાન ના થાય તેવું આયોજન કરી તે મુજબ અમલવારી કરવામાં આવેલ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મંદિર પરીસર અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી સમીર સારડાએ દેખરેખ રાખી છે. એક બીડીએસની ટુકડી, અને એક ડોગસ્કોર્ડ તૈનાત કરવામાં આવેલ છે. જેના દ્વારા શહેરના જાહેર સ્થળો પર સમયાંતરે ચેકીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દર બે કલાકે બોમ્બ સ્કોર્ડ દ્રારા એન્ટી સબોર્ટેજ ચેકીંગ કરવામાં આવે છે. પોલિસ જવાનો સાથે જીઆરડી જવાનો, હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવે છે.

આ ઉપરાંત કોવિડ માર્ગદર્શિકાનુ પાલન તેમજ બહારથી આવતા યાત્રીકોને સહયોગી થવા માટે પંડા સભા, હોટેલ એસોશિયેશન, વેપારીઓ, સ્થાનિક સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવેલ છે.

બે વર્ષ બાદ થતા જન્માષ્ટીઉત્સવમાં કોરોનાની માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. મંદિરમાં દર્શનાર્થીઓને કિર્તીસ્તંભથી 56સીડી તરફથી પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ મોક્ષદ્વારેથી બહાર નિકળવાનું રહેશે.

રાબેતા મુજબ બંન્ને દ્રાર પરથી અવર-જવર રહેતી હોય છે. પરંતુ કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા માટે એક દ્વારમાંથી પ્રવેશ અને અન્ય દ્રારમાંથી બહાર જવાનો બેરીગેઈટ સાથે તૈયાર કરવામાં આવેલ છે. મંદિરમાં ભીડ ના થયા 40 બ્લોકપોઈન્ટ બનાવ્યા છે. મંદિરની અંદર માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે છે. જે બહાર આવતાની સાથે અન્ય ભકતોને પ્રવેશ આપવામાં આવે છે.

પોલિસ જવાનો સુરક્ષા માટે ફરજ બજાવે છે. પરંતુ સાથે ભકતોને મદદરૂપ થવાના પ્રયાસ કરે છે. તેમજ કોરોનાની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન કરવા માટે કાળજી રાખે છે. કલેકટરની સુચનાથી આરોગ્ય વિભાગના સોજન્યથી પોલિસ દ્રારા ખાસ 5 પોઈન્ટ તૈયાર કરાયા છે. જે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ભકતો પાસે જો માસ્ક ના હોય તેમને માસ્ક આપવામાં આવે છે.

એટલે કે કોઈ પણ વ્યકિત માસ્ક વગર મંદિરમાં પ્રવેશ ના કરે તેની કાળજી લેવામાં આવે છે. શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જયા રાઉન્ડ-ધ-કલોક જવાનો ફરજ બજાવે છે. શહેરના વિવિધ 5 સ્થળો પર પાર્કીંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. રવિવારના સાતમના દિવસમાં અંદાજીત 1 લાખ 25 હજાર માણસોએ મુલાકાત લીધી હતી. જે સંખ્યા આજે બમણી થાય તેનુ અનુમાન છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">