દેવભુમિ દ્વારકા : ચિત્રકલા જગતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર નાના ગામના શિક્ષક કલાકાર

અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શનનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે.

દેવભુમિ દ્વારકા : ચિત્રકલા જગતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર નાના ગામના શિક્ષક કલાકાર
સામતભાઇ લક્ષ્મણભાઈ બેલા, ચિત્રકાર
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 24, 2021 | 2:54 PM

દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ગામના વતની સરકારી શાળાના શિક્ષક ચિત્રકલાથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી છે. જેમના ચિત્રો અનેક દેશમાં પહોંચ્યા. અને અનેક દેશમાં તેના ચિત્રોના પ્રદર્શન થયા છે. સામતભાઇ લક્ષ્મણભાઈ બેલાનો જન્મ 26 ફેબ્રુઆરી 1981ના રોજ દ્વારિકા વિસ્તારના એક અંતરિયાળ ગામ કલ્યાણપુરમાં થયો હતો. પિતા લખમણભાઇના મુખે સદા કૃષ્ણ પ્રેમની વાતો સાંભળતાં તે છાપ તેમના હૃદયમાં બાળપણથી જ ગહન બની હતી. પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુરમાં જ પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે ભૂલથી ભાગનાં બીજ ખાઈ જવાથી તે ત્રણ દિવસ પાગલપનની સ્થિતિમાં રહ્યા હતા. જે બાળપણનું પાગલપણ જાણે એની ચિત્રકલામાં સમાયુ જોવા મળે છે.

સામત બાળપણમાં અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. ધોરણ ૧ થી ૭માં તે નાપાસ રહ્યા. અભ્યાસના સમયમાં પણ તે ચિત્ર બનાવ્યા કરતા બીજા વિદ્યાર્થીઓ જ્યારે ફટાફટ વાંચન કરતાં ત્યારે તેમને અચરજ જેવું લાગતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો લગાડતા. આવી નબળી પરિસ્થિતિમાં પણ તેણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ પોતાના કાર્યમાં ખુબ જ એકાગ્રતા ધરાવે છે. કક્ષા સાતમા ઓચિંતો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. જે બાળક કક્ષા સાતમા વાંચન શીખ્યો હોય અને કક્ષા 8માં પ્રથમ ક્રમાંકે આવ્યો એ વાત એમના શિક્ષકોની સમજની બહાર હતી. બાળપણમાં શિક્ષકની ભાષા સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી, તે આજે પોતે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવે છે. તેમણે માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુર ખાતે શ્રી કે કે દાવડા હાઇસ્કુલમાં પૂર્ણ કર્યું. આગળ જતાં તેણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રાવલ જેવા નાના ગામમાં પૂર્ણ કરી સી.પી.ઍડ નો અભ્યાસ વલસાડ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપર ખાતે એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આજે પણ એ સ્વભાવે એક નાના બાળક જેવા સહજ અને રમૂજી છે.

નાનપણથી ચિત્રનો શોખ ધવરાવતા પરંતુ ચિત્રકલાથી લાંબા સમય સુધી દુર રહ્યા બાદ સરકારી શાળામાં વ્યાયામ શિક્ષક તરીકેની નોકરી કરતાની સાથે સમયસર નોકરી બાદ વધુ સમય શોખ માટે ખર્ચતા. એટલે દૈનિક 4 કલાક ચિત્રકલા માટે સમય આપે છે. એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.

સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.

કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.

અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શનનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો અમેરિકા અને લન્ડન જેવા દેશ સુધી પહોચ્યા છે.

કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .2017માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 2019માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા “આહીર રતન “જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. વિધાનસભા 2019 ના ઇલેક્શનમાં તેમને ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના “આઇકોન” તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી. 3 નેશનલ એવોર્ડ, 1 આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવેલ છે. ગિનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ, એકસ્ટ્રા ઓડીનરી બુક રેકોર્ડ અને મારવેલસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.

માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે.

પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે. જેમના ચિત્રોની કિમત 20 હજારથી અઢી લાખ સુધી હોય છે. તેમની પાસે અનેક લોકો ચિત્રકલા માટે માર્ગદર્શન મેળવવા માટે આવે છે. 8 જેટલા વિધાર્થીઓને ચિત્રની તાલીમ આપે છે.આગામી એપીલમાં ગ્રીસમાં વલ્ડ આર્ટ ફેરમાં ભાગ લેવા માટેની તૈયારી કરે છે. જેમાં ખાસ બે ચિત્ર પ્રદર્શિત કરાશે.

ઈન્ટરનેટના કારણે ગામડાના ખુણે રહેતા કલાકારને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી જવાની માર્ગ મોકળો બન્યો છે. શોખને વ્યવસાય તરીકે અપનાવતા કલા વધુ નિરખે છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">