કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરતી ફોર્મ્યુલા જાહેર કરવા માગ

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરતી ફોર્મ્યુલા જાહેર કરવા માગ
MSP

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી ફોર્મ્યુલા સરકારે જાહેર કરે તેવી માગ ઉઠી છે. જો કે આ કમિટીની ગણતરી ખોટી હોવાનું સામે આવ્યું છે.

Bhavesh Bhatti

|

Feb 10, 2021 | 1:00 PM

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી ફોર્મ્યુલા સરકારે જાહેર કરે તેવી માગ ઉઠી છે. જો કે આ કમિટીની ગણતરી ખોટી હોવાનું સામે આવ્યું છે. કમિટીએ ભાવ નક્કી કરતી વેળાએ ખેડૂતના પરિવારના સભ્યની લેબર કોસ્ટ, માર્કેટ સુધી ઉપજનો પહોંચાડવાનો ખર્ચ અને તેને માટે ચૂકવવું પડતું વીમાના પ્રીમિયમના ખર્ચને ગણતરીમાં લીધા નથી. પરિણામે નક્કી કરવામાં આવેલા લઘુતમ ટકાના ભાવ અંદાજે 30થી 35 ટકા નીચા છે.

ભારત સરકાર દ્વારા અત્યારે 23 ઉપજોના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કમિશન ફોર એગ્રીકલર્ચર કોસ્ટ એન્ડ પ્રાસિસન 23 જેટલી કૃષિ ઉપજના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે. રવી અને ખરીફ મોસમમાં લેવાતા આ 23 પાક છે. અત્યારે સ્વામિનાથન કમિટી આ નિર્ણય લઈ રહી છે. પરંતુ ખેડૂત દ્વારા દહાડિયા મજૂર તરીકે રાખવામાં આવતા માણસો પાછળ કરવામાં આવતા ખર્ચને લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટેની ફોર્મ્યુલામાં ગણતરીમાં લેવામાં આવતા નથી. આ જ રીતે ખેડૂતની જે જમીન છે તેના ભાડાંના ખર્ચ પણ ઉમેરવો જરૂરી છે. જમીનના જંત્રીના દર પ્રમાણે તે ભાડાંના દર નક્કી થવા જોઈએ. તેવી જ રીતે પાકને બજાર સુધી લઈ જવાના ખર્ચને પણ લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવતા નથી.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આવતી રકમમાં 50 ટકા રકમ ઉમેરીની લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવાના હોય છે. પરંતુ સ્વામિનાથન કમિટી પણ આ બધી જ બાબતોને ગણતરીમા લેતી નથી. સરકારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટે તૈયાર કરેલી ફોર્મ્યુલા જ જાહેર કરી દે તો તેમાં પારદર્શકતા આવી જશે અને ખેડૂતો અને સરકાર વચ્ચેના વિવાદો શમી જશે એમ ખેડૂત નેતાઓનું માનવું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati