દિલ્હી હાઈકોર્ટની મહારાજા પર આકરી ટિપ્પણી, કહ્યું ‘આ દિલ્હી છે વડોદરાનું કોઈ ગામ નથી’

દિલ્હી હાઈકોર્ટે (Delhi Highcourt) બુધવારે વડોદરાના દિવંગત મહારાજા રણજીતસિંહની નવી દિલ્હી સ્થિત સંપત્તિને લઈને મોટો નિર્ણય કર્યો છે.

  • tv9 webdesk33
  • Published On - 23:14 PM, 13 Jan 2021
Delhi High Court slammed Maharaja, said this is Delhi not village in Vadodara

દિલ્હી હાઈકોર્ટે (Delhi Highcourt) બુધવારે વડોદરાના દિવંગત મહારાજા રણજીતસિંહની નવી દિલ્હી સ્થિત સંપત્તિને લઈને મોટો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન હાઈકોર્ટે સખત ટિપ્પણી કરતાં સંપત્તિના કબજાને લઈને રસપ્રદ વાત કહી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ‘આ દિલ્હી છે કોઈ વડોદરાનું ગામ નથી.’ કોર્ટ 7 એ સફદરગંજ લેન નવી દિલ્હી સ્થિત આ વિવાદ પર નિર્ણય આપતા કહ્યું કે મહારાજાને બેદખલ કરવાની નોટિસ આપવામાં આવે અને મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલે મહારાજા પર અનેક ટિપ્પણી કરી હતી.

 

 

જાણકારી અનુસાર નવી દિલ્હીની વિવાદિત સંપત્તિને મહારાજે 7500 રૂપિયામા રેન્ટલ લિઝ પર ખરીદી હતી. કોર્ટે આ અંગે ટિપ્પણી કરતાં મહારાજાને કહ્યું કે આ દિલ્હી છે વડોદરાનું કોઈ ગામ નથી. આ ઉપરાંત અદાલતે મહારાજાને સબંધિત સત્તામંડળને દર મહિને 10 લાખ રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો. તેમણે કહ્યું કે મહારાજાને આ રકમ સ્ટે એપ્લિકેશન અથવા તો લેટેસ્ટ પેટેન્ટ અપીલ પર અંતિમ નિર્ણય સુધી આપવી પડશે.

 

 

આ સમગ્ર મામલામાં મહારાજાએ 7,500 રૂપિયાના મામૂલી લિઝ રેન્ટલ પર સંપતિ પર કબજો કર્યો હતો. સ્ટેની માંગ કરી રહેલા વકીલે અદાલત સામે લિઝની રાશિ પૂર્ણ કરી હોવાનો દસ્તાવેજ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે  મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું વર્ષ 2012માં અવસાન થયું છે. તેમના અવસાન બાદ વર્ષ 1988થી 2013 સુધી ચાલી રહેલા જૂના સંપત્તિ વિવાદના કેસનો ઉકેલ આવ્યો છે.

 

આ પણ વાંચો: મુંબઈ: ડ્રગ્સ કેસમાં મંત્રી નવાબ મલીકના જમાઈ સમીર ખાનની NCBએ કરી ધરપકડ