પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે અત્યાર સુધી ભાવ વધારાથી દૂર રહેલા ખાનગી બસ ઓપરેટરો એ હવે 20 ટકા ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. બસ ઓપરેટરો ના સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઇંધણના ભાવ ઘટવાની આશા એ ભાવ વધારો રોકી રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોના અને ઇંધણના ભાવ વધારાએ તેમની હાલત ખરાબ કરતા હવે તેઓ એ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની નજીક છે અને ડીઝલ પણ સો રૂપિયા તરફ જઇ રહ્યું છે. જેની અસર હવે ટ્રાન્સપોર્ટ સેક્ટર પર જોવા મળી રહી છે.
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના પ્રમુખ દિનેશ અનઘનના જણાવ્યા પ્રમાણે હવે ભાવ વધારવા સિવાય છૂટકો નથી. અમદાવાદમાં પણ ભાવ વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે. હવે સુરતમાં પણ 20 ટકા ભાવ વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી આશા હતી કે ઇંધણના ભાવો ઘટશે. પરંતુ આ ભાવ ઘટવાની જગ્યાએ વધતાં હાલત કફોડી બની છે. છેલ્લા દોઢ વર્ષથી બસ ઓપરેટરો મુસીબતમાં છે. તેમાં ડેઇલી ઓપરેટર, ટુર ઓપરેટરો અને કંપનીકોન્ટ્રાક્ટના ના વાહનો કોરોના ના કારણે તેમનો વાહન વ્યવહાર બંધ થયો. ત્યારબાદ આશિક ચાલુ કરાતા 50 ટકા સીટ રાખી છતાં પણ ભાવ વધારો નથી કર્યો. આ બસોને આરટીઓએ કોરોના કપરા સમયમાં પણ મેમોફાડ્યા છે.
ટુરઓપરેટર હોય તો પ્રવાસન બંધ થઇ જતાં ઘરભેગા થઈ ગયા છે. છુટક કામ કર્યા સિવાય તેમને રોજગારનું પૂરું થાય તેવું નથી. શાળાઓ બંધ થતા સ્કૂલ બસ પણ બંધ થઈ ગઈ છે. કંપનીના વાહનો ચાલુ છે.તેમના કોન્ટ્રાક્ટમાં પણ 20 ટકા વધશે. સરકારે lockdown માં પણ રાહત આપી નથી પણ ધંધો શરૂ થયો છે છતાં પણ આવક ઓછી છે. કોરોના ની ગતિ મંદ પડી છે ત્યારે ઇંધણના ભાવો આસમાને પહોંચ્યા છે. તેની સાથે ટાયર ના ભાવ 10 ટકા વધ્યા છે. ઇન્શ્યોરન્સના 25% , મહિને ટેક્સ 44000 અને કર્મચારીઓને પણ બંધ બસે ખર્ચના પૈસા તો આપવા પડ્યા છે. લોકડાઉંન બાદ કેટલાય સંચાલકોની બસો બેન્ક દ્વારા સીઝરોએ જપ્ત કરી દીધી છે.
સરકારે પહેલા લોકડાઉનમાં છ મહિના અને બીજા lockdown માં ત્રણ મહિના રાહત આપી પણ ભાવ વધારા અંગે કશું પણ નક્કી કરવામાંઆવ્યું નથી. ગુજરાતમાં કોરોના ના કારણે બસ સંચાલકોને 550 કરોડનું નુકશાન થયું છે. ટુર ઓપરેટરો માટે પણ કોઈ સ્કીમ કે પેકેજ લાવવામાં નહીં આવે તો તેઓ બેકાર થઈ જશે. સુ