દા.ન.હ.ના સાંસદ Mohan Delkarનું મોત કે આત્મહત્યા ? જાણો શું આવ્યું છે પોસ્ટરિપોર્ટમાં સામે

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું (Mohan Delkar) સોમવારે અચાનક મોત નિપજતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. લોકો મોહન ડેલકરના (Mohan Delkar) મોતને લઈને અલગ-અલગ તારણ કાઢતા હતા.

  • Tv9 Webdesk 43
  • Published On - 11:03 AM, 24 Feb 2021
Death or suicide of Danah MP Mohan Delkar? Find out what's in front of the post report
Mohan Delkar

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું (Mohan Delkar) સોમવારે અચાનક મોત નિપજતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. લોકો મોહન ડેલકરના (Mohan Delkar) મોતને લઈને અલગ-અલગ તારણ કાઢતા હતા. હાલમાં જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મોતનું કારણ સાફ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ, ગળે ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની મરીન ડ્રાઈવ સ્થિત એક હોટેલમાંથી મળ્યો હતો.

મિડિયા રિપોર્ટર અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, મોહન ડેલકરની 14 પેજની સુસાઇડ નોટ મળી છે જે ગુજરાતીમાં લખી છે. આ સુસાઇડ નોટ તેના ઓફિશિયલ લેટરપેડ પર લખેલી છે. સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે અંગ પોલીસે હજુ સુધી મૌન છે.

સમાચાર અનુસાર સાંસદે સોમવારે સવારે આપઘાત કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે બપોરે 1.50 વાગ્યે સાંસદ મોહનના ડ્રાઇવર અને બોડીગાર્ડે સૌ પ્રથમ તેનો મૃતદેહ જોયો હતો. પોલીસે હજી સુધી ડ્રાઇવર અને બોડીગાર્ડના નિવેદનો નોંધ્યા નથી.

મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ સાંસદ મોહનનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપાયો હતો. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ માટે અનામત રાખવામાં આવ્યું છે.

માહિતી મુજબ, સોમવારે જ્યારે ડેલકરના ડ્રાઈવરે હોટલના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, ત્યારે તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ ડ્રાઇવરે ડેલકરને ફોન કર્યો હતો જે ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ડ્રાઇવરે ડેલકરના પરિવારને દાદર અને નગર હવેલી ખાતે જાણ કરી હતી. પરિવારે ડ્રાઇવરને હોટલના સ્ટાફને પૂછતાં રૂમ ખોલવા જણાવ્યું હતું. જો કે, અંદરથી બંધ હોવાથી દરવાજો ખુલી શક્યો નહીં. ડ્રાઈવર રૂમની બાલ્કનીમાં ગયો અને સાંસદની લાશ લટકતી મળી. તેને શાલ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.