દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાંથી ઝડપાયું દારુનું ગોડાઉન, 10.50 લાખનો મુ્દ્દામાલ જપ્ત
દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાં દારુંનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે વડોદરાના શેરખીમાં આવેલ ભીમપરાના નિલકંઠ ફાર્મહાઉસમાંથી દારુંનુું ગોડાઉન ઝડપી પાડ્યું છે. તપાસ દરમિયાન પોલીસે 7.49લાખનો વિદેશી દારું મળ્યો છે. ફાર્મહાઉસ રણજીત નામના બુટલેગરે ભાડે રાખ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે 1654 વિદેશી દારુંની બોટલો સાથે 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આપને […]
દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાં દારુંનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે વડોદરાના શેરખીમાં આવેલ ભીમપરાના નિલકંઠ ફાર્મહાઉસમાંથી દારુંનુું ગોડાઉન ઝડપી પાડ્યું છે. તપાસ દરમિયાન પોલીસે 7.49લાખનો વિદેશી દારું મળ્યો છે. ફાર્મહાઉસ રણજીત નામના બુટલેગરે ભાડે રાખ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે 1654 વિદેશી દારુંની બોટલો સાથે 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આપને જણાવી દઇએ કે હાલ આ મામલે પોલીસે ફાર્મહાઉસના માલિકની ધરપકડ કરી છે, જ્યારે બુટલેગર ફરાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો