દડમજલની આ દોડ મેડલની નહી પણ દાંવ પર લાગેલી જીંદગી માટેની હતી, ગુજરાતની પી ટી ઉષાએ જાણો કઈ રીતે બચાવ્યો પિતાનો જીવ

ઘરના આંગણામાં પડી જતા સરિતાના પિતા લક્ષમણ ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. માથાની એક નસ ઉપર ઇજા થવાથી એટલું લોહી વહી રહ્યું હતું કે તાત્કાલિક સારવાર ન મળે તો જીવન જોખમનો ભય ઉભો થયો હતો.

દડમજલની આ દોડ મેડલની નહી પણ દાંવ પર લાગેલી જીંદગી માટેની હતી, ગુજરાતની પી ટી ઉષાએ જાણો કઈ રીતે બચાવ્યો પિતાનો જીવ
સરિતા ગાયકવાડ અને તેના પિતા લક્ષમણ ગાયકવાડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 1:23 PM

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ(Sarita Gayakwad) ને આજે કોઈ ઓળખાણને મોહતાજ નથી. સરિતા નું નામ સાંભળવા મળે એટલે એશિયન ગેમ્સમાં દોડતી સરિતા યાદ આવી જાય છે. ડાંગ જિલ્લામાં સરિતા ફરીએકવાર તેજ રફ્તાર દોડતી જોવા મળી હતી. તેની આ દોડ મેડલ માટે નહિ પણ કોઈનો જીવ બચાવવા માટે હતી. ડાંગ ના આદિવાસી માટે ભોળા શબ્દ નો પ્રયોગ વધારે થાય છે કેમકે અહીંયા ના લોકો પદ કે પ્રતિષ્ઠામાં ગમે તેટલા મોટા હોય તેમછતાં તેઓ સામાન્ય જીવન જીવતા હોય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સરિતા ગાયકવાડ પણ ગામમાં ખૂબબ સામાન્ય જીવન જીવે છે. એટલુંજ નહી પણ પોતાના વિસ્તારમાં રહેતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ પણ કરી રહી છે. દીકરીની જયારે પણ વાત નીકળે ત્યારે સરિતાના સરળ અને સેવાભાવી સ્વભાવ વિષે વાત કરતા તેના પિતા લક્ષમણભાઈ ગાયકવાડની આંખ ભરાઈ આવે છે. તાજેતરમાં સરિતાએ તેના પિતાનો જીવ બચાવવા દોડ લગાવી હતી અને તે પિતાને બચાવી લેવાની રેસમાં વિજેતા પણ બની હતી.

ઘરના આંગણામાં પડી જતા સરિતાના પિતા લક્ષમણ ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. માથાની એક નસ ઉપર ઇજા થવાથી એટલું લોહી વહી રહ્યું હતું કે તાત્કાલિક સારવાર ન મળે તો જીવન જોખમનો ભય ઉભો થયો હતો. ટ્રેનિંગ માટે મોટા ભાગે ઘર થી દૂર રહેતી સરિતા સદનશીબે આ અરસામાં વતન આવી હતી જે ઘરે પહોંચી ત્યારે નજર સામે ઘાયલ પિતાને જોઈ સ્તબ્ધ થઇ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સને પહોંચતા સમય લાગે તેમ હતો તો બીજી તરફ લક્ષમણભાઇના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. આરોગ્ય કેન્દ્ર 35 કિમિ દૂર હોવાથી તાત્કાલિક સારવાર ન મળે તો જીવન જોખમનો ભય વર્તાઈ રહ્યો હતો. સરિતાએ 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પિતાને ઉપાડી દોડ લગાવી હતી. સરિતાની આ દોડ મેડલ માટે નહિ પણ પિતાનો જીવ બચાવવા માટેની હતી . સરિતા મુખ્યમાર્ગ સુધી આવી બાદમાં પિતાને કારમાં લઈ 35 કિલોમીટર દૂર આહવા સિવિલ હોસ્પિટલ પુરપાટ ઝડપે પહોંચી હતી.

સરિતા તાલીમ છોડી પિતાની સેવામાં જોતરાઈ

આહવા સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી પિતાની સેવા કરી અને તેમને સંપૂર્ણ સ્વસ્થ ન થયા ત્યાં સુધી સરિતાએ એકલા મુક્યા ન હતા. સ્થાનિક તબીબો અને સ્ટાફે પણ પિતાની રાત – દિવસ સેવા કરતી સરિતાને બિરદાવી હતી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મારી દીકરીએ મને નવું જીવન આપ્યું : પિતા લક્ષમણ ગાયકવાડ

સરિતાના પિતા લક્ષમણ ભાઈએ ઘટના વિશે જણાવતા કહ્યું કે સાંજના સમયે ઘરથી બહાર નીકળી હું આંગણાં માં પહોંચ્યો ત્યારે લપસી જવાથી મારા શરીરનું સંતુલન ગુમાવવાથી હું પડી ગયો હતો. માથામાં ઇજા થવાથી પહેલા બેચેનીનો અનુભવ થયતો હતો જે બાદ ખૂબ લોહો વહી જવાથી ભાન ગુમાવવા લાગ્યો હતો. આ અરસામાં સરિતા દેવદૂત સ્વરૂપે નજર સામે આવૈ હતી જે મને ગાડીમાં બેસાડી ને હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં ખૂબ સેવા કરી હતી. આજે પણ જ્યારે હું સ્વસ્થ છું ત્યારે હજુ મને ખુબ ખ્યાલ રાખે છે.

Input : Ronak Jani – Dang

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">