Dang : આહવાની બે બહેનો દેશભક્તિ ગીત દ્વારા વૈશ્વિક ફલક ઉપર પોતાની અલગ ઓળખ ઉભી કરશે

ડાંગ ની નામાંકીત એક્ટ્રેસ મોના પટેલે આ વંદે માતરમ્ ગીત માં અભિનય આપ્યું છે જ્યારે ડાંગ ની પાહાડી ચિડિયા ના ઉપનામ થી ઓળખાતી 14 વર્ષીય સિમરન પટેલ એ વંદે માતરમ્ ગીત નું સ્વરાંકન કર્યું છે.

Dang : આહવાની બે બહેનો દેશભક્તિ ગીત દ્વારા વૈશ્વિક ફલક ઉપર પોતાની અલગ ઓળખ ઉભી કરશે
Both sisters are very talented
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 12:14 PM

ડાંગ(Dang) જિલ્લાના આહવા તાલુકાના નાનકડા ગામ ચનખલ માં ઉછરેલી બે સગી બહેન મોના અને સીમરન દેશભક્તિ ગીત દ્વારા વૈશ્વિક ફલક ઉપર પોતાની અલગ ઓળખ ઉભી કરવા જઈ રહી છે. બે બહેનો પૈકી મોટી બહેન મોના એક્ટિંગ, નિર્દેશક અને સારી કોરિયોગ્રાફર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે જ્યારે નાની બહેન સિમરન તેના સુરીલા કંઠ થી 7મી ઓગસ્ટે દેશવ્યાપી વંદે માતરમ્ દેશભક્તિ ગીતની ધુનથી પોતાની ગાયકીની પ્રતિભા પ્રદર્શિત કરશે. ડાંગ ની પાહાડી ચિડિયા ના ઉપનામ થી ઓળખાતી ૧૪ વર્ષીય સિમરન પટેલના કંઠે ગવાયેલું દેશભક્તિ ગીત ખુબ પ્રભાવિત રહેવાની આશા સેવાઈ રહી છે.

૭ ઓગષ્ટ એ વિશ્વના 40 જેટલા પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે

“દેશભક્તિ ગીત વંદે માતરમ” Spotify, jiosaavn, gaana, youtube જેવા વિશ્વના 40 જેટલા અલગ – અલગ પ્લેટફોર્મ એક સાથે રીલિઝ થશે જેનું નિર્માણ Hongkong સ્થિત જયકિશન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતના 6 રાજ્યમાં થયું ફિલ્માંકન

આ ગીત નું ભારતના જમ્મુ, કાશ્મીર, લદાખ, રાજસ્થાન, કેરેલા, અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ લોકેશન પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડાંગની મોનાના અભિનય જ્યારે સીમરનના સ્વરનો સંગમ

ડાંગ ની નામાંકીત એક્ટ્રેસ મોના પટેલે આ વંદે માતરમ્ ગીત માં અભિનય આપ્યું છે જ્યારે ડાંગ ની પાહાડી ચિડિયા ના ઉપનામ થી ઓળખાતી 14 વર્ષીય સિમરન પટેલ એ વંદે માતરમ્ ગીત નું સ્વરાંકન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને ડાંગ ની દીકરીઓ માટે પ્રેરણાદાયક સાબિત થવાની આશા સેવાઈ રહી છે. ફિલ્મના માધ્યમ દ્રારા દેશપ્રેમને ઉજાગર કરવાના અભિયાન થકી ગુજરાત અને ભારત દેશ માટે આ બંને દીકરીઓ ગૌરવ સમાન બની રહેશે.

મોના પટેલ તેના અભિનયથી ટીવીના રૂપેરી પડદે સારું સ્થાન મેળવ્યું છે. માત્ર 10 વર્ષ ની નાની ઉંમરે અભિનયમાં જોડાયા બાદ સુપર સ્ટાર આમરી ખાન સહિત અનેક દિગ્ગ્જ અભિનેતા અને દિગ્દર્શક સાથે કામ કર્યું છે. નશાબંધી ઉપર બનેલ મોનાની બાળ કલાકર તરીકેની ફિલ્મ માઉલી લોકોને ખુબ પસંદ પડી હતી. સીમરન પણ ખુબજ નાની ઉંમરે પોતાના આલ્બમ તૈયાર કરી ને જુદા જુદા પ્લેટફોર્મ ઉપર ચમકી ચુકી છે. મયાનગરી મુંબઈનાના મોહમાં ન આવી બન્ને બહેનોએ પિતા ના માર્ગદર્શન હેઠળ ડાંગમાંજ રહીને કારકિર્દી આગળ ધપવવા નિર્ણય કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">