Dang: સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં વીજળીના કડાકા અને કરા સાથે વરસાદ, ખેડૂતો ચિંતામાં

રાજ્યમાં એક તરફ કોરોના વાઈરસે (Corona Virus) કહેર મચાવ્યો છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદે પણ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ડાંગ (Dang) અને સાપુતારા (Saputara) સહીત તળેટી વિસ્તારમાં તોફાની વરસાદ (Rain)વરસ્યો છે. વીજળીના કડાકા સાથે કરા પડ્યા હોય તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

  • Kunjan Shukal
  • Published On - 19:05 PM, 30 Apr 2021

રાજ્યમાં એક તરફ કોરોના વાઈરસે (Corona Virus) કહેર મચાવ્યો છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદે પણ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ડાંગ (Dang) અને સાપુતારા (Saputara) સહીત તળેટી વિસ્તારમાં તોફાની વરસાદ (Rain)વરસ્યો છે. વીજળીના કડાકા સાથે કરા પડ્યા હોય તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો (Farmers) ચિંતામાં છે અને ભારે નુકસાનીનો અંદાજો તેવો અત્યારે લગાવી રહ્યા છે. હવામાનમાં પલટા સાથે અચાનક વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે અચાનક કાળા દિબાંગ વાદળ છવાઈ ગયા જોરદાર વરસાદ વરસ્યો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 સપ્તાહથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સાપુતારા વિસ્તારમાં અચાનક વરસાદ વરસતાં વાતાવરણ ઠંડકમય બની ગયું. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

જો કે થોડા દિવસ પહેલા અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારે હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: GUJARAT : વેક્સિનેશન પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, રાજય પાસે વેક્સિનનો અપુરતો જથ્થો : સૂત્ર