ડાંગમાં જંગલચોરે “પુષ્પા”નું અનુકરણ કર્યું પણ અહીં વનવિભાગે તેને ઝુકાવી દીધો, જાણો શું છે મામલો

ડાંગ જિલ્લા ઉત્તર ડાંગ વન વિભાગ અંતર્ગત કાલીબેલ રેન્જ વિભાગે સાવરદાકસાડ ગામેથી ગેરકાયદેસર લઈ જવાતુ સાગી લાકડું ઝડપી પડ્યું છે. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીને બાતમી મળી હતી કે જંગલમાં સાગના વૃક્ષ છેદનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે.

ડાંગમાં જંગલચોરે પુષ્પાનું અનુકરણ કર્યું પણ અહીં વનવિભાગે તેને ઝુકાવી દીધો, જાણો શું છે મામલો
વનવિભાગે સાગના લાકડા સાથે એકની ધરપકડ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 8:28 AM

ડાંગ(Dang)જિલ્લો વિશાળ વનક્ષેત્ર ધરાવે છે. એક તરફ આ ગિરિમથકમાં કુદરતનું અખૂટ સૌંદર્ય સમાયેલું છે તો બીજી તરફ અહીંના જંગલમાં વૃક્ષ છેદનની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિએ વન વિભાગના નાકે દમ લાવી દીધું છે. લાકડા માટે આડેધડ વૃક્ષોને કાપી નાખી તેની બેનંબરી તસ્કરીના બનાવો અહીં વારંવાર બને છે. ડાંગના જંગલોમાંથી સાગના વૃક્ષોને કાપી ગેરકાયદેસર તસ્કરીના વેપલાને ડાંગ વનવિભાગે ઝડપી પડ્યું છે. સાગના લાકડાને ગેરકાયદેસરરીતે કાપી તેને વેચવા લઈ જતા શખ્સને ઝડપી પાડી 8 ઘનમીટર લાકડું કબ્જે કરવામાં આવ્યું છે.

તાજેતરમાં પુષ્પ નામની ફિલ્મ ખુબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં દક્ષિણ ભારતના જંગલોમાંથી લાલ ચંદનના લાકડાઓની તસ્કરીના કૌભાંડને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જંગલમાંથી ચંદનના લાકડાઓની ચોરી કરી તેને અલગ – અલગ તરકીબો દ્વારા જંગલની બહાર લઈ જવાતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડાંગમાં આ ફિલ્મના દ્રશ્યો હકીકતમાં ભજવાયા હોય તેવી સ્થિતિ નજરે પડી હતી. ફર્ક માત્ર તેટલો રહ્યો કે અહીં ચંદનના સ્થાને સાગના લાકડાની તસ્કરીનો વેપલો શરૂ કરાયો હતો. જોકે ફિલ્મી અધિકારીઓ કરતા ડાંગના અધિકારીઓ વધુ ચાલાક છે જેમણે સગી લાકડાના જથ્થા સાથે  ખેપિયાને ઝડપી પાડ્યો છે.

ડાંગ જિલ્લા ઉત્તર ડાંગ વન વિભાગ અંતર્ગત કાલીબેલ રેન્જ વિભાગે સાવરદાકસાડ ગામેથી ગેરકાયદેસર લઈ જવાતુ સાગી લાકડું ઝડપી પડ્યું છે. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીને બાતમી મળી હતી કે જંગલમાં સાગના વૃક્ષ છેદનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. માહિતી મળતા કાલીબેલ ફોરેસ્ટ રેન્જમાં પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ શરૂ કરાયું હતું. કાલીબેલ વનવિભાગના આર.એફ.ઓ. અંજનાબેન તથા સ્ટાફે જંગલચોરોને ઝડપી પાડવા કડક ઘેરાબંધી કરાવાઈ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ દરમ્યાન એક ટવેરા ફોરેસ્ટની ટીમને જોઈ પુરપાટ ઝડપે નીકળી હતી. વનવિભાગના પ્રયાસ છતાં કાર ચાલક વાહન ઉભું ન રાખી બેરિકેડ તોડી હંકારી ગયો હતો. શંકાસ્પદ ગતિવિધિઓના પગલે આર.એફ.ઓ તથા તેમના સ્ટાફે ફિલ્મ ઢબે વાહનનો પીછો કર્યો હતો. આ કારને સાવરદાકસાડ ગામ નજીક આતરી અટકાવાઈ હતી. તલાસી લેવામાં આવતા ટવેરા કાર નં GJ -15 BB -1644 માથી ગેરકાયદેસર લઈ જવાતા 8 ઘનમીટર સાગી લાકડા મળી આવ્યા હતા. વનવિભાગે લાકડા અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી જંગલ ચોર ની ધરપકડ કરી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">